IPL 2026ની 35મી મેચ ઐતિહાસિક રહી. પહેલા બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 265 રનનો ટાર્ગેટ આપ્યો. પ્રભસિમરન સિંહ અને પ્રિયાંશ આર્યની જોડીએ પંજાબને શાનદાર શરૂઆત અપાવી, બંનેએ પ્રથમ વિકેટ માટે 126 રનની પાર્ટનરશીપ કરી. આ પછી કેપ્ટન શ્રેયસ ઐયરે 71 રનની શાનદાર ઈનિંગ રમી અને PBKS ને 6 વિકેટથી જીત અપાવી.
264 રન IPL ઈતિહાસમાં દિલ્હીનો સૌથી વધુ સ્કોર છે, તે એકંદરે પાંચમો સૌથી વધુ સ્કોર છે પરંતુ દિલ્હી આનો બચાવ પણ કરી શક્યું નહીં. DCના કેપ્ટન અક્ષર પટેલે હારનું કારણ ખરાબ ફિલ્ડિંગ ગણાવતા કહ્યું કે જો તમે આવી પીચ પર બોલરોને સપોર્ટ નહીં આપો તો તમે હારવાને પાત્ર છો.
ખરાબ ફિલ્ડિંગની ચર્ચા કરતી વખતે અક્ષર પટેલે બોલરો પર પણ નિશાન સાધ્યું. તેને એમ પણ કહ્યું કે જો તમે આવી વિકેટ પર બોલરોને સપોર્ટ નહીં આપો તો તમે હારવાને પાત્ર છો. તમને જણાવી દઈએ કે પ્રભસિમરન સિંહ અને પ્રિયાંશ આર્યએ પાવરપ્લેમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 116 રન બનાવ્યા હતા, જે હારનું મુખ્ય કારણ હતું. શ્રેયસ ઐયરને પણ બે વખત જીવનદાન આપવામાં આવ્યું હતું.
અક્ષર પટેલે શું કહ્યું?
મેચ પછી પટેલે કહ્યું કે "અમે વારંવાર એ જ ભૂલો કરી રહ્યા છીએ. જો તમે આવી વિકેટ પર તમારા બોલરોને સપોર્ટ નહીં આપો, તો મને લાગે છે કે તમે હારવાને પાત્ર છો. મુખ્ય બોલરોએ પણ તેમના પ્રદર્શન પર વિચાર કરવાની જરૂર છે, ખાસ કરીને પાવરપ્લેમાં તેમના સ્કોરને ધ્યાનમાં લેતા. જો આપણે કેટલીક મહત્વપૂર્ણ તકોનો લાભ લીધો હોત, તો 2-3 પરિણામો આપણા પક્ષમાં હોત."
કેએલ રાહુલને POTM મળ્યો
પંજાબ કિંગ્સે મેચ 6 વિકેટથી જીતી હતી, પરંતુ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ દિલ્હી કેપિટલ્સના વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલને મળ્યો હતો. તેને 152 રનની શાનદાર ઈનિંગ રમી હતી, જે આઈપીએલમાં 150 થી વધુ રન બનાવનાર પહેલો ભારતીય બન્યો હતો. વિજેતા ટીમના કેપ્ટન શ્રેયસ ઐયરે મેચ પછી કહ્યું કે "રાહુલ બધી પ્રશંસાને પાત્ર છે. તે નવીન તકનીકોનો ઉપયોગ કરીને કેટલાક અદ્ભુત શોટ રમી રહ્યો હતો. મેં ફક્ત એટલું જ કહ્યું હતું કે જો તેઓ તે કરી શકે છે, તો આપણે પણ કરી શકીએ છીએ."
આ પંજાબ કિંગ્સની 7 મેચમાં છઠ્ઠી જીત છે, જેમાં 1 મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ છે. પંજાબ 13 પોઈન્ટ અને +1.333 ના નેટ રન રેટ સાથે પોઈન્ટ ટેબલમાં આગળ છે. દિલ્હી કેપિટલ્સ છઠ્ઠા સ્થાને છે. 7 મેચમાં દિલ્હીની આ ચોથી હાર છે.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો