IPL 2026ની 55મી મેચમાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ આમને-સામને હતા. ધર્મશાલામાં રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 5 વિકેટ ગુમાવીને 210 રન બનાવ્યા. પંજાબ તરફથી પ્રિયાંશ આર્ય અને કેપ્ટન શ્રેયસ ઐયરે શાનદાર અડધી સદી ફટકારી. શ્રૈયસ ઐયરે 59 રન બનાવ્યા, જ્યારે પ્રિયાંશનું 56 રનનું યોગદાન હતું. પંજાબના વિશાળ સ્કોરના જવાબમાં દિલ્હી કેપિટલ્સે કેપ્ટન અક્ષર પટેલ અને ડેવિડ મિલરની વિસ્ફોટક અડધી સદીની મદદથી 3 વિકેટ ગુમાવીને 211 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો. પંજાબ સામેની આ જીત સાથે દિલ્હી કેપિટલ્સે પ્લેઓફની આશા જીવંત રાખી. આ દરમિયાન પંજાબને સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો. દિલ્હી કેપિટલ્સ હવે પોઈન્ટ ટેબલમાં એક સ્થાન આગળ વધીને 7મું સ્થાન મેળવી લીધું છે.


  • Follow us on: