શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની પંજાબ કિંગ્સે શનિવારે દિલ્હી કેપિટલ્સ પર 6 વિકેટથી વિજય મેળવીને ઈતિહાસ રચ્યો હતો. પંજાબે 265 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો, જે ફક્ત આઈપીએલમાં જ નહીં પરંતુ T20 ઈતિહાસમાં પણ સૌથી સફળ રન ચેઝ બન્યો હતો.
પ્રભસિમરન સિંહના 26 બોલમાં 76 રન અને પ્રિયાંશ આર્યના 17 બોલમાં 43 રને ટીમને ઝડપી શરૂઆત અપાવી. ત્યારબાદ કેપ્ટન શ્રેયસ ઐયરે 36 બોલમાં અણનમ 71 રન બનાવીને મેચનો અંત કર્યો. પંજાબે 7 બોલ બાકી રહેતા ટાર્ગેટ હાંસલ કરી લીધું. આ ઐતિહાસિક વિજય બાદ ટીમ ખુશ થઈ ગઈ. ટીમના સહ-માલિક પ્રીતિ ઝિન્ટાએ મેદાન પર આવીને ખેલાડીઓને અભિનંદન આપ્યા.
