IPL 2026માં પંજાબ કિંગ્સનો વિજય સિલસિલો ચાલુ છે. IPL 2026ની 29મી મેચમાં પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 54 રનથી હરાવ્યું, આ સિઝનમાં પાંચમી જીત નોંધાવનારી પ્રથમ ટીમ બની. પંજાબ પહેલાથી જ પોઈન્ટ ટેબલમાં ટોપ પર હતું, અને હવે તેમની પાંચમી જીત સાથે તેઓએ નંબર 1 પર પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. મુલ્લાનપુરમાં રમાયેલી મેચમાં લખનૌના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 7 વિકેટ ગુમાવીને 254 રન બનાવ્યા. પંજાબ તરફથી કૂપર કોનોલી અને પ્રિયાંશ આર્યએ વિસ્ફોટક ઈનિંગ રમી. કૂપરે 87 રન બનાવ્યા, જ્યારે પ્રિયાંશ 93 રન બનાવ્યા. લખનૌ તરફથી પ્રિન્સ યાદવ અને એમ. સિદ્ધાર્થે 2-2 વિકેટ લીધી. પંજાબ કિંગ્સના વિશાળ સ્કોરનો પીછો કરતા લખનૌની ઈનિંગની શરૂઆત સારી રહી. પાવરપ્લેમાં આયુષ બદોની અને મિચેલ માર્શે મળીને 61 રન બનાવ્યા. પરંતુ છઠ્ઠી ઓવરના છેલ્લા બોલ પર આયુષ બદોની આઉટ થયો. ત્યારબાદ મિચેલ માર્શે 40 રન બનાવ્યા બાદ પણ આઉટ થયો. 11.1 ઓવરમાં સ્કોર 109 સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં લખનૌએ 2 બેટ્સમેન ગુમાવ્યા હતા. રન રેટ વધારવાની જરૂરિયાત ખૂબ જ હતી, પરંતુ LSGની ઈનિંગ નિષ્ફળ ગઈ, 139 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી. અંતે એડન માર્કરામ અને મુકુલ ચૌધરીએ રન રેટ વધારવા માટે બેસ્ટ પ્રયાસો કર્યા, પરંતુ પંતની ટીમ 20 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવીને માત્ર 200 રન જ બનાવી શકી. આમ પંજાબે 54 રનથી જીત મેળવી.

IND vs AFG: અફઘાનિસ્તાન ટેસ્ટ માટે ભારતની પ્લેઇંગ 11માં આ ખેલાડીઓ બેસ્ટ, ઇરફાન પઠાણ









