IPL 2026ની 29મી મેચમાં પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 54 રનથી હરાવ્યું. PBKSના બેટ્સમેન પ્રિયાંશ આર્ય મેચનો સ્ટાર રહ્યો, તેને 37 બોલમાં 93 રન બનાવ્યા.


પંજાબ કિંગ્સની જીત બાદ પ્રિયાંશ આર્યએ કહ્યું કે પાવરપ્લે પછી બેટથી યોગદાન આપવાનું મને સારું લાગ્યું. તેને કહ્યું કે "આ મેચમાં પાવરપ્લે પછી મેં ટીમના કાર્યમાં યોગદાન આપ્યું, અને તે મારા માટે ખૂબ જ ખાસ હતું. હું સિક્સર મારવાની પ્રેક્ટિસ કરતો નથી, પરંતુ હું યોગ્ય સમયે બોલને ફટકારવાનો પ્રયાસ કરું છું.

આનંદ સર અને બિરલા સર, જે અમારા ટ્રેનર છે, અમને એક શેડ્યૂલ મોકલે છે, અને હું તેનું પાલન કરું છું. તે મને ફિટ રહેવામાં મદદ કરે છે. હું મેદાનની વચ્ચે વધુ વિચારતો નથી કારણ કે તે મારું મન શાંત રાખે છે. મેં પોઈન્ટ ઉપર શોટ રમ્યો; તે મારો પ્રિય શોટ છે."

પ્રિયાંશ આર્યએ શાનદાર બેટિંગ કરી

પ્રિયાંશ આર્યએ શાનદાર બેટિંગ કરી. 93 રનની ઈનિંગમાં 4 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા. તેને અને કૂપર કોનોલીએ માત્ર 80 બોલમાં બીજી વિકેટ માટે 182 રનની શાનદાર પાર્ટનરશીપ કરી. પ્રિયાંશ સદી ચૂકી ગયો હોવા છતાં તેની પ્રભાવશાળી બેટિંગે પંજાબ કિંગ્સને અત્યાર સુધીની સિઝનનો સૌથી વધુ સ્કોર કરવામાં મદદ કરી. ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 254 રન બનાવ્યા. કોનોલી પણ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો, તેને 46 બોલમાં શક્તિશાળી 87 રન બનાવ્યા.

255 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી LSG ટીમ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને માત્ર 200 રન જ બનાવી શકી. રિષભ પંતે શાનદાર બેટિંગ કરતા 23 બોલમાં 43 રન બનાવ્યા, જ્યારે એડન માર્કરામે 22 બોલમાં 42 રન બનાવ્યા. પરંતુ પંત અને માર્કરામે પોતાની સારી શરૂઆતને મોટા સ્કોરમાં રૂપાંતરિત કરી શક્યા નહીં. મિચેલ માર્શ પણ 28 બોલમાં 40 રન બનાવ્યા બાદ યુઝવેન્દ્ર ચહલનો શિકાર બન્યો.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: