ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનની 58મી લીગ મેચ ધર્મશાલા સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી, જેમાં મુંબઈ ઈન્ડિયન્સે 6 વિકેટથી મેચ જીતી હતી. પંજાબ કિંગ્સ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન જસપ્રીત બુમરાહે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી પંજાબ કિંગ્સ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 200 રન બનાવવામાં સફળ રહી. પંજાબ કિંગ્સ તરફથી ફક્ત પ્રભસિમરન સિંહનું બેટિંગ પ્રદર્શન ટોચના ક્રમમાં જોવા મળ્યું જેમાં તેને 32 બોલમાં 57 રનની ઈનિંગ રમી, આ સિવાય પ્રિયાંશ આર્યએ 22 રન બનાવ્યા જ્યારે કૂપર કોનોલીએ 21 રન બનાવ્યા. નીચલા ક્રમમાં બેટિંગ કરવા આવેલા અઝમતુલ્લાહ ઓમરઝાઈએ 17 બોલમાં 38 રનની ઈનિંગ રમીને પંજાબ કિંગ્સને 200 ના સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી બોલિંગમાં શાર્દુલ ઠાકુરે 4 વિકેટ લીધી જ્યારે દીપક ચહરે 2 વિકેટ લીધી, આ સિવાય કોર્બિન બોશ અને રાજ બાવાએ 1-1 વિકેટ લીધી. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત રોહિત શર્મા અને રાયન રિકલ્ટનની ઓપનિંગ જોડીએ સારી કરી હતી, જેમને પ્રથમ વિકેટ માટે 61 રનની પાર્ટનરશીપ કરી હતી અને પછી રિકલ્ટન 48 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ મુંબઈએ 88 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ તિલક વર્માએ એક છેડેથી ઈનિંગને મજબૂત બનાવી, અંત સુધી બેટિંગ કરી અને ટીમને વિજય તરફ દોરી જવા માટે પરત ફર્યો. તિલક વર્માએ 33 બોલમાં 75 રન ફટકાર્યા, જ્યારે વિલ જેક્સે નિર્ણાયક સમયે 10 બોલમાં અણનમ 25 રન બનાવ્યા. મુંબઈ ઈન્ડિયન્સે 201 રનનો ટાર્ગેટ 19.5 ઓવરમાં હાંસલ કર્યો. પંજાબ કિંગ્સ તરફથી અઝમતુલ્લાહ ઓમરઝાઈએ 2 વિકેટ લીધી, જ્યારે માર્કો યાન્સેન અને યુઝવેન્દ્ર ચહલે 1-1 વિકેટ લીધી.

FIFA World Cup: 'કરો યા મરો' મેચમાં રમશે લિયોનેલ મેસ્સી, ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવું લાઈવ?









