IPL 2026ના 40મા મેચમાં, રાજસ્થાન રોયલ્સે શાનદાર પ્રદર્શન કર્યું અને પંજાબ કિંગ્સને હરાવ્યું. IPL 2026 માં પંજાબનો આ પહેલો પરાજય છે. વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, ફરેરા અને શુભમ દુબેની ઉત્તમ બેટિંગને કારણે રાજસ્થાન રોયલ્સે 223 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો.રાજસ્થાન રોયલ્સ માટે યશસ્વી જયસ્વાલે 27 બોલમાં 51 રન બનાવ્યા. વૈભવ સૂર્યવંશીએ રાજસ્થાનને વિસ્ફોટક શરૂઆત અપાવી, 16 બોલમાં 43 રન બનાવ્યા. તેણે 16 બોલની ઇનિંગમાં 5 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા. જ્યારે શુભમ દુબેએ 12 બોલમાં અણનમ 31 રન બનાવ્યા.


રાજસ્થાનને મજબૂત શરૂઆત અપાવી

223રનના લક્ષ્યનો પીછો કરવા માટે રાજસ્થાનને મજબૂત શરૂઆત અપાવી. ખાસ કરીને સૂર્યવંશીએ પંજાબના બોલરોને મુશ્કેલીમાં મુક્યા. વૈભવ સૂર્યવંશીએ માત્ર 16 બોલમાં 43 રન બનાવ્યા અને 20 બોલમાં યશસ્વી જયસ્વાલ સાથે 51 રનની ભાગીદારી કરી. વૈભવના આઉટ થયા પછી, યશસ્વી જયસ્વાલે આક્રમક રમત શરૂ કરી, 27 બોલમાં 51 રન બનાવ્યા.ત્રીજા નંબરે બેટિંગ કરી રહેલા ધ્રુવ જુરેલે 20 બોલમાં 16 રન બનાવીને રાજસ્થાનને દબાણમાં લાવી દીધું. જોકે, કેપ્ટન રિયાન પરાગે ત્યારબાદ 16 બોલમાં 26રન બનાવીને ટીમને પાછી ટ્રેક પર લાવી દીધી. અંતે, ડોનોવન ફરેરા અને શુભમ દુબેની 32 બોલમાં 77રનની ભાગીદારીએ પંજાબ પાસેથી મેચ છીનવી લીધી.

સ્ટોઈનિસ અને પ્રભસિમરનનું શાનદાર પ્રદર્શન 

પંજાબે મેચ હારી ગઈ હોવા છતાં, મુશ્કેલ પીચ પર 20 ઓવરમાં 222 રન બનાવીને તેને રોમાંચક બનાવી દીધી. પ્રભસિમરન સિંહે 44 બોલમાં 59 રન બનાવ્યા. પ્રિયાંશ આર્યએ 11 બોલમાં 29 રન બનાવ્યા. કૂપર કોનેલીએ 14 બોલમાં 30 રન બનાવ્યા. માર્કસ સ્ટોઈનિસે 22 બોલમાં અણનમ 62 રન બનાવ્યા.

IPL 2026 પોઈન્ટ ટેબલમાં ફેરફાર

પંજાબની હાર અને રાજસ્થાનની જીત પછી, પોઈન્ટ ટેબલમાં રસપ્રદ ફેરફાર થયો છે. પંજાબ કિંગ્સે 8 માંથી 6 મેચ જીતી છે, જેમાં એક મેચ ડ્રો અને એક હાર સાથે સમાપ્ત થઈ છે. તેઓ 13 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. રાજસ્થાન 9 મેચમાંથી 6 જીત સાથે ત્રીજા સ્થાને છે. RCB 8 માંથી 6 મેચ જીતી છે અને બીજા સ્થાને છે.

આ પણ વાંચો - IPL 2026: ACP સંજય સિંહે કર્યો મોટો ખુલાસો, આવી રીતે વિરાટ સાથે રમવાનો મળ્યો ચાન્સ



  • Follow us on: