IPL 2026 સીઝનની અડધો સમય પસાર થઈ ગયો છે, પરંતુ પ્લેઓફ મેચોના સ્થળોને લઈને સસ્પેન્સ હજુ પણ યથાવત છે. આ દરમિયાન BCCI એ સંકેત આપ્યો છે કે ટૂંક સમયમાં એક મોટો નિર્ણય લેવામાં આવશે.
IPL 2026 લીગ સ્ટેજ શેડ્યૂલ બે ફેઝમાં જાહેર કરવામાં આવ્યું હતું. બંગાળ, આસામ અને તમિલનાડુમાં ચૂંટણીની તારીખોએ BCCIને બે વાર શેડ્યૂલ જાહેર કરવાની ફરજ પાડી. પરંતુ પ્લેઓફ શેડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. હવે BCCI તરફથી એક મોટું અપડેટ સામે આવ્યું છે.
BCCI ટૂંક સમયમાં કરી શકે છે જાહેરાત
બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું છે કે બોર્ડ પ્લેઓફ અને ફાઈનલ માટે ચોક્કસ સ્થળો નક્કી કરવા પર કામ કરી રહ્યું છે, અને આગામી એક કે બે દિવસમાં પરિસ્થિતિ સ્પષ્ટ થઈ જશે. તેમને કોઈપણ સંભવિત સ્થળોની પુષ્ટિ કરવાની ના પાડતા કહ્યું કે "ચાલો હાલ અનુમાન લગાવતા રહીએ, ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે."
તમને જણાવી દઈએ કે ગયા સિઝનમાં પણ ઘણા સ્થળોએ ફેરફાર થયા હતા. કેટલીક મેચો મુલ્લાનપુર સ્ટેડિયમમાં ખસેડવામાં આવી હતી, જ્યારે ઈડન ગાર્ડન્સ ખાતે યોજાનારી ફાઈનલ મેચ શેડ્યૂલમાં ફેરફારને કારણે રદ્દ કરવામાં આવી હતી. બાદમાં ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ હતી.
ફાઈનલ 31 મેના રોજ રમાશે
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026ની વર્તમાન સીઝનની ફાઈનલ હવે 31 મે ના રોજ યોજાવાની છે, જ્યારે પ્લેઓફ 26 મે ના રોજ શરૂ થવાની ધારણા છે. બધાની નજર BCCI ના અંતિમ નિર્ણય પર છે, જે ટૂંક સમયમાં થવાની ધારણા છે. એવી અપેક્ષા છે કે ક્વોલિફાયર 1 26 મે ના રોજ યોજાશે, એલિમિનેટર 27 મે ના રોજ યોજાશે. ક્વોલિફાયર 2 29 મે ના રોજ અને ફાઈનલ 31 મે ના રોજ રમાશે.
આ પણ વાંચો: Vaibhav Sooryavanshi રાજસ્થાન રોયલ્સ છોડીને MI માટે રમશે? અનુભવી ક્રિકેટરના નિવેદનથી થયો વિવાદ