IPL 2026માં મેદાન પર ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ ફેનનું મનોરંજન કરી રહ્યો છે, ત્યારે એક સિક્સ એવી હતી જેણે બધાની ચિંતા વધારી દીધી. પરંતુ આ પછી જે બન્યું તે ખેલ ભાવના અને માનવતાનું સુંદર ઉદાહરણ રજૂ કરે છે.
ખરેખર ગેલેરીમાં બેઠેલા એક ફેન કૃષ્ણ ચંદને પંજાબ કિંગ્સના ઓપનિંગ બેટ્સમેન પ્રિયાંશ આર્યની સિક્સથી ઇજા થઈ હતી. તેને આંખની નજીક ઈજા થઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હવે પંજાબ કિંગ્સના સહ-માલિક પ્રીતિ ઝિન્ટા અને યુવા બેટ્સમેન પ્રિયાંશ આર્યએ ઈજાગ્રસ્ત ફેનની સ્થિતિ જાણીને દિલ જીતી લીધા.
વૃદ્ધ ફેન સિક્સથી થયો ઈજાગ્રસ્ત
આ ઘટના પંજાબ કિંગ્સ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ મેચ દરમિયાન બની હતી. મેચ દરમિયાન પ્રિયાંશ આર્યનો જોરદાર સિક્સર સ્ટેન્ડમાં એક વૃદ્ધ ફેનને વાગી, જેના કારણે થોડો તણાવ સર્જાયો. પરંતુ બાદમાં તબીબી ટીમ દ્વારા ફેનને સારવાર માટે લઈ જવામાં આવ્યો.
વીડિયો કોલ કરીને સ્વાસ્થ્ય વિશે પૂછ્યું
મેચ પછી પ્રીતિ ઝિન્ટા અને પ્રિયાંશ આર્યએ ફેનનો વીડિયો કોલ દ્વારા સંપર્ક કરીને તેની તબિયત વિશે પૂછપરછ કરી. બંનેએ તેની ઈજા અંગે ચિંતા વ્યક્ત કરી. પ્રિયાંશ આર્યએ વીડિયો કોલ દરમિયાન ફેનને કહ્યું કે તેને વીડિયો જોયો છે અને તેને ચિંતા છે કે તે ગંભીર ઈજા હોઈ શકે છે.
પ્રીતિ ઝિન્ટાએ પણ ફેનને ધર્મશાલામાં પંજાબ કિંગ્સની મેચ માટે ખાસ રીતે આમંત્રણ આપ્યું હતું. તેને મજાકમાં કહ્યું કે "આ વખતે અમે તમને હેલ્મેટ પહેરાવીશું. ફક્ત સાવચેતી તરીકે. જેથી જો બોલ આવે તો તમે સુરક્ષિત રહેશો." પ્રીતિ ઝિન્ટાના આ હળવા મજાકથી પંજાબના ફેનના ફેસ પર સ્માઈલ આવી ગયું અને હવે તેને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.
ફ્રેન્ચાઈઝીએ ઈજાગ્રસ્ત ફેનને ધર્મશાલામાં મેચ માટે ખાસ મહેમાન તરીકે આમંત્રણ આપ્યું છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે પંજાબ ટીમ ફક્ત મેદાન પર જ નહીં પરંતુ તેની બહાર પણ તેના ફેનનું સંપૂર્ણ ધ્યાન રાખે છે.
આ પણ વાંચો: Vaibhav Sooryavanshi રાજસ્થાન રોયલ્સ છોડીને MI માટે રમશે? અનુભવી ક્રિકેટરના નિવેદનથી થયો વિવાદ