પાકિસ્તાન સુપર લીગ 2026માં એક યુવા બોલરે એવું પરાક્રમ કર્યું કે તેને મેચનો રસ્તો બદલી નાખ્યો. અલી રઝાએ કરાચી કિંગ્સ સામે હેટ્રિક લઈને ઈતિહાસ રચ્યો અને T20 ક્રિકેટમાં શાનદાર એન્ટ્રી કરી. તમને જણાવી દઈએ કે અલી રઝાની ઓવરમાં સતત 4 ઓવરમાં 4 વિકેટ પડી પરંતુ બોલરે ફક્ત 3 વિકેટ લીધી.


પેશાવર ઝાલ્મીના 18 વર્ષના ફાસ્ટ બોલર અલી રઝાએ કરાચી કિંગ્સ સામેની મેચની છેલ્લી ઓવરમાં આ સિદ્ધિ હાંસલ કરી. તે પાકિસ્તાનના પુરુષોના T20 ક્રિકેટમાં હેટ્રિક લેનાર સૌથી યુવા બોલર બન્યો અને PSL ઈતિહાસમાં પણ આ સિદ્ધિ મેળવનાર સૌથી યુવા બોલર બન્યો. અલી રઝાનો હેટ્રિકનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પ્રથમ બેટિંગ કરતા કરાચી કિંગ્સે 20 ઓવરમાં 182/9 નો મજબૂત સ્કોર બનાવ્યો. ટોપ ઓર્ડરે સારી શરૂઆત આપી, અને વચ્ચેની ઓવરોમાં રન રેટ તેજ રહ્યો. એક સમયે ટીમ 190 ને પાર જવા માટે તૈયાર દેખાતી હતી, પરંતુ અલી રઝાના ઓવરે કરાચી કિંગ્સની તકોને ઝડપથી અટકાવી દીધી.


છેલ્લી ઓવરમાં 4 વિકેટ પડી ગઈ

અલી રઝાનો અંતિમ ઓવરમાં ભરપૂર ડ્રામા જોવા મળ્યો. અંતિમ ઓવરના ત્રીજા બોલ પર અબ્બાસ આફ્રિદી રન આઉટ થયો. ત્યારબાદ તેને ખુશદિલ શાહને હિટ-વિકેટ દ્વારા આઉટ કર્યો. તેને પાંચમા બોલ પર શાહિદ અઝીઝને પરફેક્ટ યોર્કરથી ક્લીન બોલ્ડ કર્યો. પછી અંતિમ બોલ પર અલી રઝાએ હસન અલીને ફુલ-લેન્થ બોલથી બોલ્ડ કરીને તેની પ્રભાવશાળી હેટ્રિક પૂર્ણ કરી. તેને ફક્ત 3 બોલમાં 3 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો. તમને જણાવી દઈએ કે છેલ્લા 4 બોલમાં 4 વિકેટ પડી, પરંતુ ફક્ત હેટ્રિક જ નોંધાઈ.

PSLમાં 7મી હેટ્રિક

અલી રઝાએ પોતાની 4 ઓવરમાં 41 રન આપીને 4 વિકેટ લીધી. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં અલી રઝા PSLમાં હેટ્રિક લેનાર પેશાવર ઝાલ્મીનો પહેલો ખેલાડી જ નહીં, પરંતુ ટુર્નામેન્ટના ઈતિહાસમાં એકંદરે સાતમો ખેલાડી પણ બન્યો.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો


  • Follow us on: