IPL 2026ની 24મી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં રોહિત શર્મા મુંબઈ તરફથી રમી રહ્યો નથી અને તેના સ્થાને ક્વિન્ટન ડી કોકને તક મળી છે. આ સીઝનમાં ડી કોકની આ પહેલી મેચ છે અને તેને પહેલી જ મેચમાં શાનદાર સદી ફટકારી.


આ સદીના કારણે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ મેચમાં મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. ડી કોકે 53 બોલમાં પોતાની સદી પૂરી કરી. આ ક્વિન્ટન ડી કોકની IPL કરિયરની ત્રીજી સદી છે.

મીની ઓક્શનમાં MIએ ક્વિન્ટન ડી કોકને ખરીદ્યો

ક્વિન્ટન ડી કોકની વાત કરીએ તો તેને મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝે મીની-ઓક્શનમાં 2 કરોડ રૂપિયાના બેઝ પ્રાઈસમાં ખરીદ્યો હતો. પરંતુ આ સિઝનમાં તે એક પણ મેચ રમ્યો નથી. રોહિત શર્મા અને રિયાન રિકલ્ટન મુંબઈ માટે ઈનિંગની શરૂઆત કરી રહ્યા હતા.

રોહિતની ઈજા બાદ તેને પંજાબ કિંગ્સ સામેની મેચમાં રમવાની તક આપવામાં આવી. ક્વિન્ટન ડી કોકે આ તકનો લાભ લીધો અને શાનદાર સદી ફટકારી. ક્વિન્ટન ડી કોકની સદીના કારણે મુંબઈ આ મેચમાં પંજાબ માટે એક હાઈ ટાર્ગેટ નક્કી કરવામાં સફળ રહ્યું.

ડી કોકે આઈપીએલમાં પોતાની ત્રીજી સદી ફટકારી

આ ક્વિન્ટન ડી કોકની IPL કરિયરની ત્રીજી સદી છે. ક્વિન્ટન ડી કોકે 2016માં દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) માટે પોતાની પહેલી IPL સદી ફટકારી હતી, જેમાં તેને RCB સામે 51 બોલમાં 108 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેને 2022 માં લખનૌ સુપરજાયન્ટ્સ માટે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પોતાની બીજી IPL સદી ફટકારી હતી. હવે તેને મુંબઈ ઈન્ડિયન્સ માટે પંજાબ કિંગ્સ સામે પોતાની ત્રીજી સદી 52 બોલમાં ફટકારી.

ક્વિન્ટન ડી કોક સંજુ અને રાહુલના ક્લબમાં જોડાયો

તમને જણાવી દઈએ કે ક્વિન્ટન ડી કોક આઈપીએલના ઈતિહાસમાં ત્રણ ફ્રેન્ચાઈઝી માટે સદી ફટકારનાર ત્રીજો ખેલાડી બન્યો છે. તેમના પહેલા કેએલ રાહુલ અને સંજુ સેમસન આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. કેએલ રાહુલે આઈપીએલમાં પંજાબ કિંગ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ માટે સદી ફટકારી છે. સંજુ સેમસન અત્યાર સુધી આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સદી ફટકારી ચૂક્યો છે. ક્વિન્ટન ડી કોકે દિલ્હી કેપિટલ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ માટે સદી ફટકારી છે. પંજાબ કિંગ્સ સામેની મેચમાં ક્વિન્ટન ડી કોક 60 બોલમાં 112 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: