જ્યારે રવિન્દ્ર જાડેજાએ નિકોલસ પૂરનને આઉટ કર્યો, ત્યારે તેને બેટ્સમેન તરફ આંગળી બતાવી અને પછી તેની જીત તરફ ઈશારો કર્યો, આ સેલિબ્રેશને નવી ચર્ચા શરૂ કરી. મેચ પછી રવિન્દ્ર જાડેજાએ તેના નવા સેલિબ્રેશન પાછળની સ્ટોરી સમજાવી.
રાજસ્થાન રોયલ્સની શાનદાર બોલિંગને કારણે લખનૌ સુપર જાયન્ટ્સ બુધવારે સિઝનની તેમની પાંચમી મેચ હારી ગઈ, 160 રનનો પીછો કરવામાં નિષ્ફળ રહી.
રવિન્દ્ર જાડેજાને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો
લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં રવિન્દ્ર જાડેજાને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો, તેને 1 વિકેટ લીધી અને માત્ર 29 બોલમાં શાનદાર 43 રન બનાવ્યા. રવિન્દ્ર જાડેજાની ઈનિંગે ટીમને 150 રનનો આંકડો પાર કરવામાં મદદ કરી, જ્યારે અન્ય બેટ્સમેનોએ મુશ્કેલ એકાના પીચ પર સંઘર્ષ કર્યો.
રવિન્દ્ર જાડેજાએ કહ્યું કે "મેન ઓફ ધ મેચનો એવોર્ડ મેળવવો ખૂબ જ સારો અનુભવ છે. હું આ એવોર્ડ ગુજરાતના શિક્ષણ મંત્રીને સમર્પિત કરવા માગુ છું. મારી પત્નીએ ગઈકાલે મને કહ્યું હતું કે હું આજે વધુ સારું કરીશ અને મેં તે જ કર્યું. આ વિકેટ પર બેટિંગ કરવી સરળ ન હતી કારણ કે બોલમાં સીમ અને સ્વિંગ બંને હતા."
રવિન્દ્ર જાડેજાએ સેલિબ્રેશન વિશે શું કહ્યું?
રવિન્દ્ર જાડેજાની બોલિંગ પર મોટો શોટ મારવાનો પ્રયાસ કરતી વખતે નિકોલસ પૂરન આઉટ થઈ ગયો. રવિન્દ્ર જાડેજાએ આ વિકેટ પર એક નવી સ્ટાઈલ બતાવી, તેને બેટ્સમેન તરફ આંગળી બતાવી અને તેના ખિસ્સા તરફ ઈશારો કર્યો. મેચ પછી રવિન્દ્ર જાડેજાએ કહ્યું કે "હા, નિકોલસ પૂરન મારા ખિસ્સામાં છે. આ વિચાર અચાનક મારા મનમાં આવ્યો અને મેં તે જ કર્યું."
ધીમી બોલિંગ વિશે વાત કરતાં તેને કહ્યું કે "બોલ ગ્રિપ કરી રહ્યો હતો, તેથી હું વિચારી રહ્યો હતો કે મારે ઝડપી બોલિંગ કરવી જોઈએ કે ધીમી? જ્યારે હું ધીમી બોલિંગ કરતો હતો, ત્યારે મને બોલ પર સારી પકડ મળી અને તેનાથી મને મદદ મળી."
રાજસ્થાન બીજા સ્થાને પહોંચ્યું
રાજસ્થાન રોયલ્સે અગાઉ સતત 2 મેચ હારી હતી. બુધવારે ટીમે તે સિલસિલો તોડી નાખ્યો અને સિઝનની તેમની પાંચમી જીત નોંધાવી. આ જીત સાથે રાજસ્થાન 10 પોઈન્ટ અને +0.790 ના નેટ રન રેટ સાથે ચોથા સ્થાનેથી બીજા સ્થાને પહોંચી ગયું.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો