રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ લખનૌ સુપર જાયન્ટ્સ સામે ચેન્નાસ્વામીમાં પહેલી જીત મેળવી. IPL 2026 ની 23મી લીગ મેચ બેંગલુરુ અને લખનૌ વચ્ચે રમાઈ હતી. RCBએ લખનૌ સામે 5 વિકેટથી જીત મેળવી હતી.


ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં લખનૌ સામે બેંગલુરુનો આ પહેલો વિજય હતો. આ સાથે રજત પટાદિરના નેતૃત્વ હેઠળ બેંગલુરુ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું. 

બેંગલુરુ તરફથી ભુવનેશ્વર કુમાર અને રસિક સલામે મુખ્ય યોગદાન આપ્યું, ત્યારબાદ વિરાટ કોહલીનો નંબર આવે છે. રસિકે 4 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લીધી, જ્યારે ભુવનેશ્વર કુમારે 3 વિકેટ લીધી. 

વિરાટ કોહલીએ મચાવી ધૂમ

ત્યારબાદ વિરાટ કોહલીએ રન ચેઝમાં શાનદાર પ્રદર્શન કર્યું, 34 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 49 રન બનાવ્યા. આ પહેલી વાર હતું જ્યારે વિરાટ કોહલીએ IPL મેચમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં ઉતર્યો હતો. આ તેની IPL કરિયપમાં પહેલી વાર હતું જ્યારે તે 49 રન બનાવીને આઉટ થયો હતો. આ સાથે વિરાટ કોહલીએ ઓરેન્જ કેપ જીતી. તેને હવે 5 મેચની 5 ઈનિંગમાં 228 રન બનાવ્યા છે.

આવી રહી મેચની સ્થિતિ 

મેચમાં બેંગલુરુના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. લખનૌની ટીમ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 146 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ટીમ તરફથી ઈનિંગ ઓપન કરનાર મિચેલ માર્શે 32 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 40 રન બનાવ્યા. મુકુલ ચૌધરીએ પણ 39 રન અને આયુષ બદોનીએ 38 રન બનાવ્યા. ટીમ તરફથી મેદાનમાં ઉતરેલા 11 બેટ્સમેનમાંથી 7 બે આંકડા સુધી પહોંચી શક્યા નહીં. આ દરમિયાન બેંગલુરુ તરફથી રસિક અને ભુવનેશ્વર સિવાય, કૃણાલ પંડ્યાએ 2 વિકેટ અને જોશ હેઝલવુડે 1 વિકેટ લીધી.

બેંગલુરુનો અદ્ભુત રન ચેઝ 

ટાર્ગેટનો પીછો કરતા બેંગલુરુએ 15.1 ઓવરમાં 5 વિકેટે મેચ જીતી લીધી. કોહલી સિવાય કેપ્ટન રજત પાટીદારે 27 રન અને જીતેશ શર્માએ 23 રન બનાવી ટીમને જીત અપાવી. આ દરમિયાન લખનૌ માટે પ્રિન્સ યાદવે સૌથી વધુ 2 વિકેટ લીધી. 

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો


  • Follow us on: