રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ દિલ્હી કેપિટલ્સ સામેની મેચ માટે ગ્રીન રંગની જર્સી પહેરીને મેદાનમાં ઉતરી છે. આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.


આરસીબીની જર્સી બ્લેક અને રેડ કલરનું કોમ્બિનેશન છે, પરંતુ ટીમના ખેલાડીઓ દિલ્હી કેપિટલ્સ સામે ગ્રીન કલરની જર્સી કેમ પહેરે છે? આ પાછળનું મુખ્ય કારણ "ગો ગ્રીન" પહેલ છે, જેનો હેતુ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.

આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે તેમની 100મી મેચ રમી રહી છે. આ જ કારણ છે કે RCB ટીમે આ ખાસ દિવસને ઉજવવા માટે ગ્રીન જર્સી પહેરી છે. તેઓ IPLના ઈતિહાસમાં એક જ સ્થળે 100 મેચ રમનારી પહેલી ટીમ પણ બની છે.

RCB ટીમે ગ્રીન જર્સી કેમ પહેરી?

2011 માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 'ગો ગ્રીન' પહેલ શરૂ કરી. 2011 થી RCB ટીમે દરેક સીઝનમાં ઓછામાં ઓછી એક મેચ ગ્રીન કલરની જર્સી પહેરીને રમી છે. આમ કરીને બેંગલુરુ ટીમ ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ વિશે જાગૃતિ લાવવાનું કામ કરે છે.


રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ફ્રેન્ચાઈઝના સીઈઓ રાજેશ મેનન કહે છે કે વર્ષોની મહેનતના પરિણામે ફ્રેન્ચાઈઝ કાર્બન-તટસ્થ દરજ્જો પ્રાપ્ત કરી શક્યું છે. તેમને કહ્યું કે આ પહેલ સામાન્ય લોકોને પણ પ્રેરણા આપે છે.

આરસીબીનું મેનેજમેન્ટ ટીમ સ્તરે કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે પ્રતિબદ્ધ છે. આ માટે ટીમની મુસાફરી હોટલમાં રહેવાની વ્યવસ્થા, વીજળીનો ઉપયોગ અને ડીઝલ જનરેટરમાંથી ઉત્સર્જનના રેકોર્ડ જાળવવામાં આવે છે. વધુમાં ટીમે આ પહેલમાં ફેન્સને સામેલ કરવાનો પણ પ્રયાસ કર્યો છે. મેચ ટિકિટ સાથે મેટ્રો ટિકિટ પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: