RCBએ KKR સામેની મેચ 6 વિકેટથી જીતીને પોઈન્ટ ટેબલમાં ટોપનું સ્થાન મેળવ્યું. આ મેચમાં RCB ને 193 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, જે તેમને 19.1 ઓવરમાં હાંસલ કરી લીધો. ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનની 57મી લીગ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જેને RCB ટીમે 6 વિકેટે જીતી લીધી હતી. આ મેચમાં RCB ને 193 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, જે તેમને વિરાટ કોહલીની શાનદાર સદીના આધારે 19.1 ઓવરમાં હાંસલ કર્યો હતો. આ મેચમાં RCB ટીમના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતી KKR ટીમે 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 192 રન બનાવ્યા હતા. આ મેચમાં KKR ની શરૂઆત સારી રહી ન હતી કારણ કે તેઓએ 23 રનના સ્કોર પર ફિન એલનના રૂપમાં પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી બેટિંગ કરવા આવેલા અંગક્રિશ રઘુવંશીએ એક છેડો પકડી રાખ્યો અને છેલ્લી ઓવર સુધી બેટિંગ કરી જેમાં તેને કેમેરોન ગ્રીન સાથે ત્રીજી વિકેટ માટે 68 રનની પાર્ટનરશીપ કરી અને પછી રિંકુ સિંહ સાથે 76 રનની પાર્ટનરશીપ કરી. આ મેચમાં અંગક્રિશ રઘુવંશીના બેટ પરથી 46 બોલમાં 71 રનની ઈનિંગ જોવા મળી, આ સિવાય રિંકુ સિંહે 49 રનની અણનમ ઈનિંગ રમી જ્યારે કેમેરોન ગ્રીને 32 રનની ઈનિંગ રમી. RCB ની બોલિંગ તરફથી ભુવનેશ્વર કુમાર, રસિક સલામ દાર અને જોશ હેઝલવુડ 1-1 વિકેટ લેવામાં સફળ રહ્યા.


  • Follow us on: