રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી IPL 2026ની 23મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને 5 વિકેટથી હરાવ્યું. લખનૌએ પ્રથમ બેટિંગ કરતા ફક્ત 146 રન બનાવ્યા. જવાબમાં આરસીબીએ 29 બોલમાં 5 વિકેટે ટાર્ગેટનો પીછો કર્યો. આ જીત સાથે આરસીબી પોઈન્ટ ટેબલમાં ટોપના સ્થાને પહોંચી ગયું. એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે લખનૌને આરસીબીએ આ પહેલીવાર ઘરઆંગણે હરાવ્યું છે. આરસીબી માટે, રસિક દાર સલામે 4 વિકેટ અને ભુવનેશ્વર કુમારે 3 વિકેટે બોલથી ધૂમ મચાવી, જ્યારે વિરાટ કોહલીએ 34 બોલમાં 49 રન, જીતેશ શર્માએ 9 બોલમાં 23 રન, અને રજત પાટીદારે 13 બોલમાં 27 રન શાનદાર રન બનાવ્યા. અંતે ટિમ ડેવિડે 8 બોલમાં 14 રન અને રોમારિયો શેફર્ડે 8 બોલમાં 14 રન બનાવીને અણનમ રહ્યા.