ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનની 54મી લીગ મેચ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી, જે RCB એ 2 વિકેટથી જીતી હતી. આ મેચમાં RCB ના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ હાર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 166 રન બનાવ્યા હતા. આ મેચમાં મુંબઈની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી જેમાં તેને 28 રનના સ્કોર પર પોતાની 3 મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારબાદ તિલક વર્મા અને નમન ધીરે ચોથી વિકેટ માટે 82 રનની પાર્ટનરશીપ કરીને ટીમને આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. આ મેચમાં નમન ધીર 47 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા, જ્યારે તિલક વર્મા 57 રનની ઈનિંગ રમવામાં સફળ રહ્યો. આરસીબી માટે ભુવનેશ્વર કુમારે આ મેચમાં સૌથી વધુ 4 વિકેટ લીધી હતી, જ્યારે જોશ હેઝલવુડ, રસિક સલામ દાર અને રોમારિયો શેફર્ડે 1-1 વિકેટ લીધી હતી. જ્યારે આરસીબી ટાર્ગેટનો પીછો કરવા ઉતર્યું ત્યારે તેમની શરૂઆત સારી ન હતી. તેમને 39 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ કૃણાલ પંડ્યા અને જેકબ બેથેલે ઈનિંગ સંભાળી અને ચોથી વિકેટ માટે 55 રનની પાર્ટનરશીપ કરીને તેમને મેચમાં પાછા લાવ્યા. આ મેચમાં બેથેલ 27 રનની ઈનિંગ રમ્યા બાદ આઉટ થયો હતો, જ્યારે કૃણાલ પંડ્યાના બેટ પર 73 રનની શાનદાર ઈનિંગ જોવા મળી હતી. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી કોર્બિન બોશે 4 વિકેટ લીધી જ્યારે દીપક ચહરે 2 વિકેટ લીધી, આ ઉપરાંત ગઝનફર અને બાવા 1-1 વિકેટ લેવામાં સફળ રહ્યા.

FIFA World Cup: 'કરો યા મરો' મેચમાં રમશે લિયોનેલ મેસ્સી, ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવું લાઈવ?









