IPL 2026ની 20મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં મુંબઈએ ટોસ જીતીને RCB ને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પહેલા બેટિંગ કરવા આવતા RCB ની શરૂઆત શાનદાર રહી હતી.


ફિલ સોલ્ટ અને વિરાટ કોહલીએ પ્રથમ વિકેટ માટે 120 રનની પાર્ટનરશીપ કરી હતી. આ મેચમાં નંબર 3 પર બેટિંગ કરવા આવેલા રજત પાટીદારે શાનદાર બેટિંગ કરી અને માત્ર 17 બોલમાં અડધી સદી ફટકારી. આ સાથે તેને ખાસ લિસ્ટમાં ક્રિસ ગેઈલની બરાબરી કરી.

રજત પાટીદારે ધમાકેદાર અડધી સદી ફટકારી

રજત પાટીદાર હવે IPLમાં RCB માટે સૌથી ઝડપી અડધી સદી ફટકારવાના મામલે ક્રિસ ગેઈલ સાથે બરાબરી પર છે. રોમારિયો શેફર્ડ આ લિસ્ટમાં ટોપ પર છે, તેને 2025માં બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં CSK સામે માત્ર 14 બોલમાં અડધી સદી ફટકારી હતી. ફાફ ડુ પ્લેસિસ આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે, જેને 2024માં GT સામે RCB માટે માત્ર 18 બોલમાં અડધી સદી ફટકારી હતી.

IPLમાં RCB માટે સૌથી ઝડપી અડધી સદી

14 બોલ - રોમારિયો શેફર્ડ Vs CSK, બેંગલુરુ, 2025

17 બોલ - ક્રિસ ગેઈલ Vs PWI, બેંગલુરુ, 2013

17 બોલ - રજત પાટીદાર Vs MI, વાનખેડે, 2026*

18 બોલ - ફાફ ડુ પ્લેસિસ Vs GT, બેંગલુરુ, 2024

19 બોલ - રોબિન ઉથપ્પા Vs KXIP, બેંગલુરુ, 2010

મયંક માર્કંડેની ઓવરમાં રજત પાટીદારે સિક્સની હેટ્રિક ફટકારી

MI સામેની મેચમાં જ્યારે રજત પાટીદાર બેટિંગ કરવા આવ્યો, ત્યારે RCB સારી સ્થિતિમાં હતું. તે આવતાની સાથે જ તેને શાર્દુલના બોલ પર એક શાનદાર ફોર ફટકારી અને ખાતું ખોલાવ્યું. આગામી ઓવરમાં વિરાટ કોહલીએ મયંક માર્કંડેના પહેલા બોલ પર સિંગલ લીધો અને પાટીદારને સ્ટ્રાઈક આપી. પાટીદારે લોંગ ઓન પર પહેલા જ બોલ પર જોરદાર સિક્સર ફટકારી. આગામી બોલ પર પાટીદારે બીજી સિક્સર ફટકારી. મયંક માર્કંડેએ ઓવરનો ચોથો બોલ ધીમો અને ઓફ સાઈડની બહાર ફેંક્યો, પરંતુ આ બોલ પર પણ પાટીદારે રિવર્સ સ્વીપ રમી અને સિક્સર ફટકારી.

પ્રથમ બેટિંગ કરતા RCB એ 240 રન બનાવ્યા

પ્રથમ બેટિંગ કરતા RCB એ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 240 રન બનાવ્યા. આ મેચમાં RCB ના ટોપના ત્રણ બેટ્સમેનોએ અડધી સદી ફટકારી. ફિલ સોલ્ટે 36 બોલમાં 78 રન, વિરાટ કોહલીએ 38 બોલમાં 50 રન અને રજત પાટીદારે 20 બોલમાં 53 રન બનાવ્યા. આ ત્રણ શાનદાર ઈનિંગને કારણે RCB મોટો સ્કોર હાંસલ કરવામાં સફળ રહ્યું.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: