ભારતીય ક્રિકેટર રિંકુ સિંહ IPL 2026 માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમી રહ્યો છે. તે ટીમનો વાઈસ કેપ્ટન છે. પરંતુ તેની ટીમનું અત્યાર સુધીનું અભિયાન ખરાબ રહ્યું છે. તેમને સાતમી મેચમાં સીઝનની પહેલી જીત મળી.


KKRની આગામી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ સામે છે, જેના માટે ટીમ લખનૌ પહોંચી છે. આ દરમિયાન તે તેની ભાવિ પત્ની પ્રિયા સરોજ સાથે વારાણસી ગયો , જ્યાં તેઓએ બાબા વિશ્વનાથ મંદિરની મુલાકાત લીધી અને ગંગા આરતીમાં ભાગ લીધો. તેમના લગ્નની પણ ચર્ચા છે.

રિંકુ સિંહની ભાવિ પત્ની પ્રિયા સરોજ ઉત્તર પ્રદેશના મછલીશહર લોકસભા મતવિસ્તારમાંથી સમાજવાદી પાર્ટીની સાંસદ છે. રિંકુ અને પ્રિયા 21 એપ્રિલે વારાણસી પહોંચ્યા હતા. મંગળવારે તેઓએ કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રાર્થના કરી અને આશીર્વાદ મેળવ્યા. સંયુક્ત પોસ્ટમાં કેટલાક ફોટા શેર કરતા તેઓએ લખ્યું છે કે "કાશી, મહાદેવની ભૂમિ અને ગંગાનો પવિત્ર સંગ."


મંદિરમાં લગભગ અડધો કલાક વિતાવ્યા પછી, રિંકુ અને પ્રિયાએ કાશીના ઘાટોની મુલાકાત લેવા માટે હોડીની સફર કરી. સાંજે તેઓ દશાશ્વમેઘ ઘાટ પહોંચ્યા, જ્યાં તેમને ગંગા આરતીમાં ભાગ લીધો. બંનેને દેવ દિવાળીમાં પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. રિંકુએ તેમને ખાતરી આપી છે કે તે હાજરી આપવા માટે તમામ પ્રયાસો કરશે.

રિંકુ સિંહ-પ્રિયા સરોજના લગ્નની ચર્ચા

મીડિયા રિપોર્ટ મુજબ રિંકુ અને પ્રિયાના લગ્ન જૂનના પહેલા અઠવાડિયામાં થશે. એવું પણ જાણવા મળ્યું છે કે લગ્ન વારાણસીની હોટેલ તાજમાં થઈ શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ વારાણસી પહોંચેલા રિંકુ અને પ્રિયા હોટેલ તાજમાં રોકાયા છે. તેથી એવી શક્યતા છે કે બંનેએ લગ્નની તૈયારીઓની પણ સમીક્ષા કરી હશે.

રિંકુ સિંહના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો, તેને ભારત માટે ODI અને T20I ડેબ્યૂ કર્યું છે. તેને 2 ODI અને 45 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. તે 2018 થી IPL માં રમી રહ્યો છે અને પહેલી સીઝનથી KKR સાથે છે.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: