બુધવારે 22 એપ્રિલના રોજ એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ સામેની તેની સતત બીજી ઈનિંગમાં આઉટ થયો. જમણા હાથના બેટ્સમેને એક હેલિકોપ્ટર શોટ રમ્યો જે સીધો ફિલ્ડરના હાથમાં ગયો અને 19 બોલમાં ફક્ત 20 રન બનાવીને આઉટ થયો. આનાથી રોયલ્સનો ચોથી વિકેટ માટે ફક્ત 66 રનનો સ્કોર રહ્યો.


ધોનીની કોપી કરવી મોંઘી પડી

પ્રિન્સ યાદવે ઓફ સ્ટમ્પ પર 139 કિમી પ્રતિ કલાકની ઝડપે સીમ-અપ બોલ ફેંક્યો ત્યારે વિકેટ પડી ગઈ. રિયાન પરાગે એમએસ ધોની જેવો હેલિકોપ્ટર શોટ લઈને છગ્ગો મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ સીધો લોંગ-ઓન પર નિકોલસ પૂરનના હાથમાં ગયો.

સતત ફ્લોપ શો

રિયાન પરાગ IPL 2026માં બેટથી નિષ્ફળ રહ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે અણનમ 14 રન બનાવ્યા બાદ રાજસ્થાન રોયલ્સના કેપ્ટને 8, 20, 3, 4, 12 અને 20 ના એવરેજ કરતા ઓછા સ્કોર કર્યા છે. કુલ મળીને તેને IPL 2026 માં 8 ઈનિંગમાં 81 રન બનાવ્યા છે.

ગયા વર્ષે સ્ટાર ખેલાડી મચાવી ધૂમ

રિયાન પરાગે IPL 2024માં 14 ઈનિંગમાં 573 રન બનાવ્યા હતા. ત્યારબાદ 24 વર્ષના ખેલાડીએ IPL 2025માં 14 ઈનિંગમાં 393 રન બનાવ્યા હતા. તે જ સિઝનમાં જ્યારે સંજુ સેમસન ઘાયલ થયો ત્યારે તેને સ્ટેન્ડ-ઈન કેપ્ટન તરીકે પણ સેવા આપી હતી.

2026 માં પૂર્ણ-સમય કેપ્ટન બન્યો

2026ની ઈન્ડિયન પ્રીમિયર લીગ પહેલા સંજુ સેમસનને સુપર કિંગ્સમાં વેચવામાં આવ્યા બાદ આ સિઝનમાં આસામના ઓલરાઉન્ડરને સંપૂર્ણ કેપ્ટનશીપની ભૂમિકા સોંપવામાં આવી હતી. રાજસ્થાન સ્થિત ફ્રેન્ચાઈઝીએ ગયા વર્ષે 2026ના ઓક્સન પહેલા પરાગને 14 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો હતો.

શ્રીકાંતે ટીકા કરી

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ક્રિસ શ્રીકાંતે તાજેતરમાં IPL 2026માં સતત નિષ્ફળતાઓ બાદ રિયાન પરાગની ટીકા કરી હતી. 1983 ના વર્લ્ડકપ વિજેતાએ તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે "પરાગ, હંમેશની જેમ, બેટ કે બોલથી કંઈ કર્યા વિના ફક્ત તેના સ્ટાઈલિશ ચાલ માટે ફિટ છે. તેની અને રહાણે વચ્ચે સ્પર્ધા છે કે સૌથી ખરાબ બેટ્સમેન કોણ છે. પરાગે એક સીઝન માટે સારું પ્રદર્શન કર્યું, અને બસ."

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો


  • Follow us on: