ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝન મુંબઈ ઈન્ડિયન્સ માટે સારી રહી નથી, જેણે 5 વખત ટ્રોફી જીતી છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધીમાં 4 મેચ રમી છે. તેઓએ પહેલી મેચ જીતી હતી પરંતુ ત્યારબાદ સતત ત્રણ મેચ હારી ગઈ છે.


મુંબઈ ઈન્ડિયન્સ માટે વધુ એક મોટો ઝટકો છે, જેમાં તેમના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા આગામી મેચમાં રમવાની શક્યતા ઓછી છે. રોહિત રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે હેમસ્ટ્રિંગના ખેંચાણને કારણે તે 19 રન પર રિટાયર્ડ હર્ટ થયો અને બેટિંગમાં પરત ફર્યો નહીં.

રોહિતની ઉપલબ્ધતાનો નિર્ણય તેની ઈજાના સ્કેન રિપોર્ટ આવ્યા પછી લેવામાં આવશે

મુંબઈ ઈન્ડિયન્સે 12 એપ્રિલે IPLની આ સીઝનની પોતાની ચોથી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે રમી હતી, જેમાં તેમને 241 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. આ મેચમાં જ્યારે રોહિત શર્મા ઓપનિંગ કરવા આવ્યો ત્યારે તેની શરૂઆત સારી રહી હતી અને તેને 13 બોલમાં 19 રન બનાવ્યા હતા, પરંતુ આ દરમિયાન તેને હેમસ્ટ્રિંગના ખેંચાણને કારણે ફિઝિયોની મદદ લીધી હતી.

ત્યારબાદ કોઈ ખાસ સુધારો ન થતાં રોહિત શર્માએ રિટાયર્ડ હર્ટ થવાનો નિર્ણય લીધો હતો. મીડિયા રિપોર્ટ મુજબ રોહિત શર્માએ તેની હેમસ્ટ્રિંગની ઈજાની ગંભીરતા સમજવા માટે સ્કેન કરાવવાનો નિર્ણય લીધો છે, અને રિપોર્ટ આવ્યા પછી જ નક્કી કરવામાં આવશે કે તે આગામી મેચમાં રમશે કે નહીં.

આ સિઝનમાં રોહિત શર્માનું અત્યાર સુધીનું પ્રદર્શન

રોહિત શર્માએ આ સિઝનમાં ફક્ત એક જ મેચમાં બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે, કોલકાતા નાઈટ રાઈડર્સ સામે તેને શાનદાર અડધી સદી ફટકારી છે. ત્યારથી તેનું બેટ શાંત રહ્યું છે. રોહિત શર્માએ 4 મેચમાં ફક્ત 137 રન બનાવ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સ હાલમાં 2 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં આઠમા નંબરે છે અને 16 એપ્રિલે તેમના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ સામે આગામી મેચ રમશે.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: