IPL 2026 દરમિયાન રોહિત શર્માની ઈજા મુંબઈ ઈન્ડિયન્સ અને ફેન્સ બંને માટે ચિંતાનું કારણ બની રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ 12 એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે રમી હતી. રોહિત હેમસ્ટ્રિંગ ઈજાને કારણે રિટાયર્ડ હર્ટ થયો હતો અને પેવેલિયન પરત ફર્યો હતો. તે ફરીથી બેટિંગમાં પાછો ફર્યો ન હતો.


મીડિયા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે હિટમેન મુંબઈની આગામી 2 મેચ ચૂકી શકે છે. તો તમને જણાવી દઈએ કે રોહિત શર્માની ઈજાને લઈને લેટેસ્ટ અપડેટ શું છે.

આગામી 2 મેચમાંથી બહાર થઈ શકે છે રોહિત શર્મા

મીડિયા રિપોર્ટ મુજબ સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે રોહિત શર્મા ઈજાને કારણે મુંબઈ ઈન્ડિયન્સ માટે આગામી 2 મેચ ગુમાવી શકે છે. આ સમાચાર MI ફેન્સ માટે મોટો ઝટકો છે.

મુંબઈની આગામી 2 મેચ પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ સામે છે. પંજાબ સામેની મેચ 16 એપ્રિલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે. ગુજરાત સામેની આગામી મેચ 20 એપ્રિલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.

તમને જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સે હજુ સુધી રોહિતની ઈજા અને બે મેચોમાં તેની ગેરહાજરી અંગે કોઈ અપડેટ્સ શેર કર્યા નથી. મુંબઈ ઈન્ડિયન્સ હિટમેન વિશે કોઈ અપડેટ્સ આપશે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.

રોહિત શર્માનું પ્રદર્શન

આ સિઝનમાં અત્યાર સુધી 4 મેચ રમી ચૂકેલા રોહિત શર્માએ 4 ઈનિંગમાં 45.67ની એવરેજ અને 165.06ના સ્ટ્રાઈક રેટથી 137 રન બનાવ્યા છે, જેમાં 1 અડધી સદીનો પણ સમાવેશ થાય છે.

મુંબઈની હાલત ખરાબ

આ સિઝનમાં મુંબઈની હાલત અત્યાર સુધી ખરાબ રહી છે. ટીમે 4 મેચ રમી છે, જેમાં ફક્ત 1 જ જીતી છે. દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે તેઓ 3 મેચ હારી ગયા છે.

રોહિત શર્માને શું થયું?

ક્રિકેટમાં હેમસ્ટ્રિંગમાં ક્રેમ્પ્સ મુખ્યત્વે ડિહાઈડ્રેશન, ઈલેક્ટ્રોલાઈટની ઉણપ અને સ્નાયુઓના વધુ પડતા ઉપયોગને કારણે થાય છે. દોડતી વખતે બોલિંગ કરતી વખતે અથવા ફિલ્ડિંગ કરતી વખતે અચાનક ખેંચાણ આવવાથી આ સ્થિતિ થઈ શકે છે. આને રોકવા માટે પુષ્કળ પાણી પીવું, ઈલેક્ટ્રોલાઈટ પીણાં, સ્ટ્રેચિંગ અને વોર્મ અપ કરવું જરૂરી છે.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: