IPL 2026 સીઝનની 52મી લીગ મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ગુજરાત ટાઈટન્સે આ મેચ 77 રનથી જીતી લીધી હતી અને 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ હતી. આ મેચમાં યશસ્વી જયસ્વાલ રિયાન પરાગના સ્થાને રાજસ્થાન રોયલ્સ ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે, જેને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઈટન્સે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 229 રન બનાવ્યા હતા. જીટી માટે તેમના કેપ્ટન શુભમન ગિલે 84 રન બનાવ્યા હતા જ્યારે સાઈ સુદર્શને 55 રનની શાનદાર ઈનિંગ રમી હતી, આ ઉપરાંત, વોશિંગ્ટન સુંદરના બેટમાંથી 37 રનની અણનમ ઈનિંગ જોવા મળી હતી. રાજસ્થાન રોયલ્સ માટે બોલિંગમાં બ્રિજેશ શર્માએ 2 વિકેટ લીધી હતી જ્યારે યશ રાજ પુંજા અને રવિન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ લીધી હતી. ટાર્ગેટ પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સ ટીમની શરૂઆત સારી રહી ન હતી, કારણ કે તેઓએ 91 રનના સ્કોરથી અડધી ટીમ ગુમાવી દીધી હતી, જ્યાંથી મેચમાં વાપસી કરવી તેમના માટે ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી અને આખી ટીમ 16.3 ઓવરમાં 152 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. રાજસ્થાન રોયલ્સ તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 38 રન બનાવ્યા હતા જ્યારે વૈભવ સૂર્યવંશીએ 36 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઈટન્સ તરફથી રાશિદ ખાને 4 વિકેટ લીધી હતી જ્યારે જેસન હોલ્ડરે 3 વિકેટ લીધી હતી જ્યારે કાગીસો રબાડાએ 2 વિકેટ અને મોહમ્મદ સિરાજે 1 વિકેટ લીધી હતી.

FIFA World Cup: 'કરો યા મરો' મેચમાં રમશે લિયોનેલ મેસ્સી, ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવું લાઈવ?









