ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનની 32મી લીગ મેચ લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી, જેમાં રાજસ્થાનની ટીમે 40 રનનો વિશાળ રનથી જીત મેળવી હતી.
આ મેચમાં તેમના સ્ટાર ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે રાજસ્થાન રોયલ્સને જીત અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 3 વિકેટ લઈને તેને એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી, તે હવે રાજસ્થાન માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. આ મેચમાં જોફ્રા આર્ચરે તેની 4 ઓવરમાં ફક્ત 20 રન આપ્યા હતા અને 3 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.
જોફ્રા આર્ચર શેન વોટ્સનને પાછળ છોડીને નંબર 1 બન્યો
રાજસ્થાન રોયલ્સ માટે લાંબા સમયથી રમનાર આ ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર IPLમાં બોલ સાથે શાનદાર પ્રદર્શન કર્યું છે, જેમાં જોફ્રા આર્ચર પહેલા તે આ ફ્રેન્ચાઈઝી માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતા. શેન વોટસને રાજસ્થાન રોયલ્સ માટે કુલ 84 મેચ રમી હતી અને 27.83 ની એવરેજથી 67 વિકેટ લીધી હતી. હવે જોફ્રા આર્ચરે તેમને પાછળ છોડીને નંબર 1 સ્થાન મેળવ્યું છે. જોફ્રા આર્ચરે અત્યાર સુધી રાજસ્થાન રોયલ્સ માટે 54 મેચ રમી છે અને 23.69ની એવરેજથી 68 વિકેટ લેવામાં સફળ રહ્યો છે, જેમાં તેનો ઈકોનોમી રેટ 7.74 જોવા મળ્યો છે.
રાજસ્થાન રોયલ્સ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર
જોફ્રા આર્ચર - 68 વિકેટ
શેન વોટસન - 67 વિકેટ
યુઝવેન્દ્ર ચહલ - 66 વિકેટ
સિદ્ધાર્થ ત્રિવેદી - 65 વિકેટ
શેન વોર્ન - 58 વિકેટ
આ સિઝનમાં અત્યાર સુધી શાનદાર ફોર્મમાં છે જોફ્રા આર્ચર
જોફ્રા આર્ચર IPL 2026 સીઝનમાં અત્યાર સુધી બોલ સાથે શાનદાર ફોર્મમાં છે, શરૂઆતની ઓવરોમાં વિકેટો લીધી છે. જોફ્રાએ IPL 2026 માં 7 મેચ રમી છે, જેમાં તેને 18.09 ની એવરેજ અને 7.96 ના ઈકોનોમી રેટથી 11 વિકેટો લીધી છે. તેથી ભવિષ્યમાં તેની પાસેથી આવા જ પ્રદર્શનની ફેન્સ અપેક્ષા રાખશે.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો