IPL 2026માં આજે ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં એક રોમાંચક મેચ રમાશે. યજમાન રાજસ્થાન રોયલ્સની મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે થશે, પરંતુ ફેન્સ 15 વર્ષના વૈભવ સૂર્યવંશીના વિશ્વના બેસ્ટ બોલર જસપ્રીત બુમરાહ સામેના પ્રદર્શનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ મેચને વૈભવ અને બુમરાહ વચ્ચેના યુદ્ધ તરીકે જોવામાં આવી રહી છે. ટીમના પ્રદર્શનની વાત કરીએ તો, રાજસ્થાન સતત ત્રીજી જીત પર નજર રાખી રહ્યું છે. ગુજરાત સામેની તેમની પાછલી જીત બાદ તેમનો આત્મવિશ્વાસ વધુ ઉંચો રહેશે. આ દરમિયાન મુંબઈએ તેમની પાછલી મેચ હારી ગઈ હતી, પરંતુ દિલ્હી કેપિટલ્સ સામેની મેચ ગુમાવનાર નિયમિત કેપ્ટન હાર્દિક પંડ્યાની વાપસી સારી બાબત છે. IPL 2026 માં બંને ટીમો વચ્ચે આ ત્રીજી મેચ છે. રાજસ્થાને સીઝનની મજબૂત શરૂઆત કરી છે, સતત બે મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહ્યું છે.

FIFA World Cup 2026: જર્મનીએ છેલ્લી ઘડીએ આઇવરી કોસ્ટને હરાવી નોકઆઉટમાં પ્રવેશ મેળવ્યો!









