IPL 2026ની 40મી મેચમાં રોમાંચક હાઈ-સ્કોરિંગ મેચમાં રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું. મહારાજા યાદવિન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં રાજસ્થાને પંજાબના 223 રનના ટાર્ગેટનો પીછો કરીને 19.2 ઓવરમાં ફક્ત 4 વિકેટ ગુમાવીને સરળતાથી જીત મેળવી.


ટાર્ગેટનો પીછો કરતી વખતે રાજસ્થાન થોડા સમય માટે મુશ્કેલીમાં મુકાઈ ગયું, પરંતુ પછી ડોનોવન ફેરેરા અને શુભમ દુબેએ મેચનો માર્ગ સંપૂર્ણપણે બદલી નાખ્યો. બંનેએ પાંચમી વિકેટ માટે 31 બોલમાં અણનમ 71 રનની પાર્ટનરશીપ કરી.

ડોનોવન ફેરેરાએ 26 બોલમાં 52 રન બનાવ્યા, જેમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ છે, જ્યારે શુભમ દુબેએ 12 બોલમાં 31 રન બનાવ્યા. આમ પંજાબને સિઝનની પોતાની પહેલી હારનો સામનો કરવો પડ્યો.

હાર માટે બોલરોને જવાબદાર ઠેરવવામાં આવ્યા

પહેલી હાર બાદ પંજાબના કેપ્ટન શ્રેયસ ઐયરે કહ્યું કે બોર્ડ પર 224 રનનો સ્કોર એક શાનદાર સ્કોર હતો. તેને બેટ્સમેનોની પ્રશંસા કરી કે તેઓ જે રીતે આગળ આવ્યા અને બોલરોનો સામનો કર્યો. તેમને લાગ્યું કે આ એક શાનદાર પ્રદર્શન હતું, ખાસ કરીને આ વિકેટ પર, જે થોડી ધીમી હતી. તેને એવું પણ લાગ્યું કે અમારી બોલિંગમાં થોડી ખામી હતી. અમે ઘણા ધીમા બોલ અને યોર્કર ફેંકવાની યોજના બનાવી હતી. તેમને લાગ્યું કે અમે તે સંદર્ભમાં થોડા પાછળ પડી ગયા છીએ.

રાજસ્થાનની બેટિંગની પ્રશંસા

શ્રેયસ ઐયરે વિરોધી ટીમના બેટ્સમેન ડોનોવન ફેરેરા અને શુભમ દુબેની પણ પ્રશંસા કરી. તેને કહ્યું કે વચ્ચેની ઓવરોમાં તેમની પાર્ટનરશીપ જબરદસ્ત હતી. ડોનોવન ફેરેરા અને શુભમ દુબેએ અંતે મહત્વપૂર્ણ રન બનાવ્યા. આ એક એવું ફોર્મેટ છે જ્યાં ઘણા ખેલાડીઓએ રમત બદલી નાખી છે. તે બધું તમે કેવી રીતે પ્રદર્શન કરો છો તેના પર નિર્ભર છે. આજે આપણો દિવસ ન હતો. આપણે જે કરી રહ્યા છીએ તેને વળગી રહેવું મહત્વપૂર્ણ છે.

શ્રેયસ ઐયરે કહ્યું કે "આજે અમારો દિવસ ન હતો. થોડો થાકેલો હતો, પણ અહીં કોઈ બહાનું નથી. અમારી પાસે અમારી વ્યૂહરચના પર ફરીથી કામ કરવા અને મજબૂત રીતે પાછા ફરવા માટે થોડા દિવસો છે. આ અમારી પહેલી હાર છે, અને તે ચોક્કસપણે તમને ઘણું શીખવે છે."

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: