રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે શનિવારે સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે, જેમાં ટોસ અડધો કલાક પહેલા, સાંજે 7 વાગ્યે થશે. રિયાન પરાગની કેપ્ટનશીપમાં રાજસ્થાન રોયલ્સ શાનદાર ફોર્મમાં છે. ટીમે વર્તમાન સિઝનમાં સા7ત મેચ રમી છે અને 5માં જીત મેળવી છે. બીજી તરફ સનરાઈઝર્સ હૈદરાબાદ IPL 2026માં શરૂઆતની મેચ હારી ગયું હતું પરંતુ ટીમે છેલ્લી કેટલીક મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે. ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ સનરાઈઝર્સ હૈદરાબાદ 7 મેચ રમી છે અને 4માં જીત મેળવી છે જ્યારે 3માં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમનો નિયમિત કેપ્ટન પેટ કમિન્સ આજે પરત ફરી શકે છે. તેની ગેરહાજરીમાં ઈશાન ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે આ સિઝનમાં આ બીજી વખત હશે જ્યારે બંને ટીમો એકબીજા સામે ટકરાશે. આ પહેલા 13 એપ્રિલે રમાયેલી મેચમાં હૈદરાબાદે રાજસ્થાનને 57 રનથી હરાવ્યું હતું. આ સિઝનમાં છેલ્લી મેચમાં સનરાઈઝર્સે રાજસ્થાનને 57 રનથી હરાવ્યું હતું. સનરાઈઝર્સ હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં ચોથા નંબરે છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ ટેબલમાં ત્રીજા નંબરે છે.

FIFA World Cup 2026 : જાપાને એકતરફી મેચમાં ટ્યુનિશિયાને 4-0 થી હરાવ્યું









