ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનની 41મી લીગ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ટોસ જીતીને મુંબઈ ઈન્ડિયન્સે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, ત્યારબાદ તેઓ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 243 રનનો સ્કોર બનાવવામાં સફળ રહ્યા.
મુંબઈ ઈન્ડિયન્સને આ મોટા સ્કોર સુધી પહોંચાડવામાં તેમના ઓપનિંગ બેટ્સમેન રાયન રિકલ્ટને બેટિંગ દ્વારા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેને આ મેચમાં 123 રનની અણનમ શાનદાર સદી ફટકારી, જેના કારણે તે પોતાના નામે એક મોટો રેકોર્ડ પણ બનાવ્યો.
IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બન્યો
સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં ક્વિન્ટન ડી કોકની ઈજા બાદ રાયન રાયન રિકલ્ટન પ્લેઈંગ ઈલેવનમાં પરત ફર્યો. તેને તકનો લાભ ઉઠાવ્યો અને શાનદાર સદી ફટકારી. રાયન રિકલ્ટને વિલ જેક્સ સાથે મળીને ટીમને ઝડપી શરૂઆત આપી. જેક્સના ગયા પછી રાયન રિકલ્ટને ઈનિંગને એક સાથે રાખી, ઝડપી ગતિએ રન બનાવ્યા.
https://twitter.com/IPL/status/2049513402641600618
રાયન રિકલ્ટને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે માત્ર 44 બોલમાં તેની પ્રથમ IPL સદી પૂરી કરી. આ સાથે રાયન રિકલ્ટન હવે IPL ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે સૌથી ઝડપી સદીનો રેકોર્ડ ધરાવે છે. આ પહેલા આ રેકોર્ડ સનથ જયસૂર્યાના નામે હતો, જેને 2008માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 45 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.
IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે સૌથી ઓછા બોલમાં સદી ફટકારનારા ખેલાડીઓ
રાયન રિકલ્ટન - 44 બોલ Vs સનરાઇઝર્સ હૈદરાબાદ (2026)
સનથ જયસૂર્યા - 45 બોલ Vs ચેન્નાઈ સુપર કિંગ્સ (2008)
તિલક વર્મા - 45 બોલ Vs ગુજરાત ટાઈટન્સ (2026)
કેમેરોન ગ્રીન - 47 બોલ Vs સનરાઈઝર્સ હૈદરાબાદ (2023)
સૂર્યકુમાર યાદવ - 49 બોલ Vs ગુજરાત ટાઈટન્સ (2023)
આ બાબતમાં મુંબઈ IPLમાં માત્ર બીજી ટીમ બની
રાયન રિકલ્ટનની સદી સાથે મુંબઈ ઈન્ડિયન્સ હવે સનરાઈઝર્સ હૈદરાબાદ પછી આઈપીએલમાં બીજી ટીમ બની ગઈ છે જેને એક જ સીઝનમાં 3 કે તેથી વધુ અલગ અલગ બેટ્સમેનોએ સદી ફટકારી છે. આ પહેલા 2025ની આઈપીએલ સીઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે અભિષેક શર્મા, ઈશાન કિશન અને હેનરિક ક્લાસેન સદી ફટકારી હતી. જ્યારે રિકલ્ટન પહેલા આ સીઝનમાં, મુંબઈ ઈન્ડિયન્સે ક્વિન્ટન ડી કોક અને તિલક વર્માના બેટથી સદી ફટકારી હતી.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો