ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 17 એપ્રિલથી સાઉથ આફ્રિકાના પ્રવાસની શરૂઆત કરશે, જેનું ધ્યાન આગામી ICC T20 વર્લ્ડકપ 2026 પર કેન્દ્રિત રહેશે. ટીમ ઈન્ડિયા આ પ્રવાસ પર 5 મેચની T20 સિરિઝ રમશે, જેના માટે BCCIએ પહેલાથી જ ટીમોની જાહેરાત કરી દીધી હતી.


બધાની નજર સાઉથ આફ્રિકાની ટીમ પર હતી, જેની જાહેરાત આફ્રિકન ક્રિકેટ બોર્ડ દ્વારા કરવામાં આવી છે. અનુભવી ખેલાડી લૌરા વોલ્વાર્ડ ટીમની કેપ્ટનશીપ કરશે.

ભૂતપૂર્વ કેપ્ટન ડેન વાન નિકેર્કને સ્થાન મળ્યું નહીં

સાઉથ આફ્રિકાએ ભારતીય મહિલા ટીમ સામેની 5 મેચની T20I સિરિઝ માટે જાહેર કરેલી ટીમમાં ભૂતપૂર્વ કેપ્ટન ડેન વાન નિકેર્કનો સામેલ કરી નથી. ડેન વાન નિકેર્ક હજુ પણ પગની પીઠની ઈજામાંથી સ્વસ્થ થઈ રહી છે જેના કારણે તેણી ગયા મહિને ન્યુઝીલેન્ડમાં રમાયેલી સિરિઝમાંથી બહાર થઈ ગઈ હતી. આનો અર્થ એ થયો કે ગયા વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ પરત લીધાની જાહેરાત કર્યા પછી તેણે ફક્ત 5 T20I રમી છે, જેમાંથી 1 પણ ઘરઆંગણે રમાઈ નથી. તેમ છતાં જો તે T20 વર્લ્ડકપ પહેલા તેની ઈજામાંથી સ્વસ્થ થઈ જાય, તો તેને મેગા-ટુર્નામેન્ટમાં સમાવેશ માટે વિચારણા કરી શકાય છે, જ્યાં તે આફ્રિકન મહિલા T20I ટીમમાં સૌથી અનુભવી ખેલાડીઓમાંની એક છે, જેને 91 T20I રમી છે.

ભારત સામેની T20I માટે સાઉથ આફ્રિકાની મહિલા ટીમ

લૌરા વોલ્વાર્ડ (કેપ્ટન), એન્નેકે બોશ, તાજમીન બ્રિટ્સ, નાદીન ડી ક્લાર્ક, એન્નેરી ડેર્કસેન, આયાન્દા હલુબી, સિનાલો જાફ્તા, અયાબોંગા ખાકા, સુને લુસ, ટેબોગો માચેકે, એલિસે-મેરી માર્ક્સ, નોનકુલુલેકો મ્લાબા, કાયલા સેમિઓન, તુમી સેખુખુને, ક્લો ટ્રાયોન.

આ T20 સિરિઝની મેચો ત્રણ સ્થળોએ રમાશે

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 5 મેચની T20I સિરિઝ ત્રણ સ્થળોએ રમાશે. પ્રથમ 2 મેચ 17 અને 19 એપ્રિલના રોજ ડર્બનના કિંગ્સમીડ ખાતે રમાશે. આગામી બે T20I મેચ 22 અને 25 એપ્રિલના રોજ જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમ ખાતે રમાશે, જ્યારે સિરિઝની પાંચમી અને અંતિમ મેચ 27 એપ્રિલના રોજ બેનોનીના વિલોમેરો પાર્ક ખાતે રમાશે.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: