સલમાન ખાનની "શાબાશ ઝિન્ટા" પોસ્ટને હવે પ્રીતિ ઝિન્ટાએ પણ પ્રતિસાદ આપ્યો છે. વાયરલ એક્સ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા એક્ટ્રેસ અને પંજાબ કિંગ્સના સહ-માલિકે સલમાન ખાનનો તેમના સમર્થન બદલ આભાર માન્યો.

પ્રીતિ ઝિન્ટાએ કોમેન્ટ સેક્શનમાં લખ્યું છે કે "આભાર સલમાન. બધો શ્રેય કેપ્ટન, કોચ અને ટીમને અને થોડો શ્રેય તમને પણ. તમને ખૂબ ખૂબ પ્રેમ! હવે કૃપા કરીને રમત જોવા આવો."

આ સ્ટારે પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયર, સાથી ખેલાડીઓ યુઝવેન્દ્ર ચહલ અને શશાંક સિંહ સાથેના જૂના ફોટા પણ શેર કર્યા. આ ફોટા સલમાન ખાન દ્વારા હોસ્ટ કરાયેલા બિગ બોસ 18 ના સેટ પર તેમની મુલાકાતના હતા.

સલમાન ખાનનું ટ્વિટ થયું વાયરલ

બોલીવુડ એક્ટર સલમાન ખાને તાજેતરમાં પ્રીતિ ઝિન્ટાને તેમની ટીમ પંજાબ કિંગ્સ IPL 2026માં શાનદાર પ્રદર્શન કરી રહી છે, તે બદલ અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સલમાને પોસ્ટ કરીને લખ્યું કે, “શાબાશ ઝિન્ટા! અભિનંદન, તમારી ટીમ ખૂબ સારું રમે છે.”

https://twitter.com/BeingSalmanKhan/status/2043699256486445443

ફેન્સમાં ઉત્સાહનો માહોલ

આઈપીએલ 2026માં પંજાબ કિંગ્સનું અત્યાર સુધીનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું છે. ટીમે 4 મેચોમાંથી 3 જીત મેળવી છે, જ્યારે એક મેચ ‘નો રિઝલ્ટ’ રહી છે. આ પ્રદર્શનના આધારે ટીમ હાલમાં 7 પોઈન્ટ્સ સાથે પોઇન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને છે, જેના કારણે ફેન્સમાં ઉત્સાહનો માહોલ છે.

સલમાન ખાન અને પ્રીતિ ઝિન્ટા વચ્ચે લાંબા સમયથી મિત્રતા છે અને બંનેએ બોલીવુડમાં અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. જેમાં 'ચોરી ચોરી ચુપકે ચુપકે', 'જાન-એ-મન' અને 'હર દિલ જો પ્યાર કરેગા' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

સલમાન 'માતૃભૂમિ' ફિલ્મમાં જોવા મળશે

વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન ટૂંક સમયમાં ‘માતૃભૂમિ’ ફિલ્મમાં નજર આવશે. આ સિવાય તેઓ દક્ષિણ ભારતીય નિર્માતા દિલ રાજૂ સાથે એક નવી ફિલ્મ પર કામ શરૂ કરી શકે છે, જેમાં નયનતારા પણ જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન વામશી પેડિપલ્લી કરશે. બીજી તરફ પ્રીતિ ઝિન્ટા ટૂંક સમયમાં લાહોર 1947 ફિલ્મમાં સની દેઓલ, શબાના આઝમી, અલી ફઝલ અને કરણ દેઓલ સાથે જોવા મળશે. ફિલ્મનું સંગીત એ.આર.રહેમાન દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને ગીતો જાવેદ અખ્તરે લખ્યા છે.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો