ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનની 33મી લીગ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરતા સીએસકે 20 ઓવરમાં 207 રન બનાવવામાં સફળ રહી.


ઓપનિંગ બેટ્સમેન સંજુ સેમસનએ ચેન્નાઈ સુપર કિંગ્સને આ સ્કોર સુધી પહોંચાડવામાં બેટિંગ દ્વારા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, અને આ સિઝનમાં તેની બીજી સદી ફટકારી. સંજુ સેમસને મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં 54 બોલનો સામનો કરીને અણનમ 101 રન બનાવ્યા હતા, જેના કારણે તે ખાસ બાબતમાં રોહિત શર્માની બરાબરી કરવામાં સફળ રહ્યો હતો.

T20 સદીમાં સંજુ સેમસને રોહિત શર્માની બરાબરી કરી

ભારતીય ખેલાડી દ્વારા T20 ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ હાલમાં સંયુક્ત રીતે વિરાટ કોહલી અને અભિષેક શર્માના નામે છે, બંનેએ 9-9 સદી ફટકારી છે. સંજુ સેમસન હવે રોહિત શર્મા સાથે બીજા સ્થાને છે. મુંબઈ ઈન્ડિયન્સ સામે સંજુ સેમસનના T20 કરિયરની 8મી સદી છે. સેમસન 337 T20I રમી ચૂક્યો છે, જેમાં 30.93 ની એવરેજથી 8693 રન બનાવ્યા છે, જેમાં 8 સદી અને 54 અડધી સદીનો સમાવેશ થાય છે.

T20 ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનારા ભારતીય ખેલાડીઓ

વિરાટ કોહલી - 9 સદી

અભિષેક શર્મા - 9 સદી

રોહિત શર્મા - 8 સદી

સંજુ સેમસન - 8 સદી

IPLમાં આ બાબતમાં CSK માટે ચોથો ખેલાડી બન્યો

ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા સંજુ સેમસન હવે IPLમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. સેમસન પહેલા ઋતુરાજ ગાયકવાડ, મુરલી વિજય અને શેન વોટસને CSK તરફથી રમતી વખતે IPLમાં 2-2 સદી ફટકારી હતી. સંજુ સેમસન હવે IPLમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે KL રાહુલની બરાબરી કરી ચૂક્યો છે, જેમાં બંનેએ 5-5 સદી ફટકારી છે. IPLમાં 8 સદી સાથે વિરાટ કોહલી આ લિસ્ટમાં ટોપ પર છે.

IPLમાં સૌથી વધુ સદી ફટકારનારા ખેલાડીઓ

વિરાટ કોહલી - 8 સદી

જોસ બટલર - 7 સદી

ક્રિસ ગેઈલ - 6 સદી

કેએલ રાહુલ - 5 સદી

સંજુ સેમસન - 5 સદી

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: