પહેલા બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે 207 રન બનાવ્યા. સંજુ સેમસને તેની પાંચમી IPL સદી અને IPL 2026 સીઝનમાં તેની બીજી સદી ફટકારી. તેને ઈનિંગના છેલ્લા બોલ પર સદી પૂરી કરી. તેને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સૌથી વધુ સદીઓમાં KL રાહુલની બરાબરી કરી. IPLમાં તેની પાસે 5 સદી પણ છે. ચેન્નાઈના 207 રન પણ CSKનો મુંબઈ ઈન્ડિયન્સ સામેનો ત્રીજો સૌથી મોટો સ્કોર છે.


સંજુ સેમસનની શાનદાર બેટિંગ

ઈનિંગની શરૂઆત કરતા સંજુ સેમસન શરૂઆતથી જ આક્રમક હતો. તેને પાવર પ્લેમાં આક્રમક બેટિંગ કરી બધા બોલરો સામે રન બનાવ્યા. સંજુ સેમસનની ઈનિંગ રેકોર્ડથી ભરેલી રહી. આ સદી સાથે સંજુ સેમસન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સૌથી વધુ સદીઓ ફટકારનારા બેટ્સમેનોના લિસ્ટમાં ટોપના સ્થાને પહોંચી ગયો છે. તેના સિવાય ફક્ત ઋતુરાજ ગાયકવાડ, મુરલી વિજય અને શેન વોટસન જ CSK માટે 2 સદી ફટકારી છે. પરંતુ ઈનિંગની દ્રષ્ટિએ તે ચાર્ટમાં આગળ છે.

ખાસ લિસ્ટમાં સંજુની એન્ટ્રી

આ સંજુ સેમસનની આઈપીએલ કરિયરની પાંચમી સદી છે. આ સાથે તે આઈપીએલમાં સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં સંયુક્ત ચોથા સ્થાને પહોંચી ગયો છે.


ચેન્નાઈએ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો

ચેન્નાઈ સુપર કિંગ્સે 207 રન બનાવ્યા, જેમાં તેમના બેટ્સમેનોએ 12 છગ્ગા અને 19 ચોગ્ગા ફટકાર્યા. ટીમે ફક્ત બાઉન્ડ્રીથી 148 રન બનાવ્યા. સેમસને એકલા 101 રનની યાદગાર ઈનિંગમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે છેલ્લી 3 ઓવર શાનદાક રહી, કારણ કે બેટ્સમેનોએ છેલ્લા 18 બોલમાં કુલ 43 રન બનાવ્યા.

CSKએ બોર્ડ પર મોટો સ્કોર બનાવ્યો

સંજુ સેમસનની ઈનિંગના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 207 રનનો સ્કોર બનાવ્યો. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે પણ 22 રન બનાવ્યા, જ્યારે ડેવાલ્ડ બ્રેવિસે 21 રન અને કાર્તિક શર્માએ 18 રનનું યોગદાન આપ્યું.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: