ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનની 37મી લીગ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે સીએસકેના હોમ ગ્રાઉન્ડ, એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો.
સીએસકેના સ્ટાર ઓપનર સંજુ સેમસનએ પોતાની ઈનિંગનો ત્રીજો રન બનાવીને આઈપીએલનો મોટો રેકોર્ડ બનાવ્યો. તેને એક જ ઝટકામાં સુરેશ રૈના અને એમએસ ધોનીને પાછળ છોડી દીધા.
IPLમાં 5000 રન પૂરા કરનાર સૌથી ઝડપી ભારતીય ખેલાડી બન્યો
સંજુ સેમસનનો IPLમાં અત્યાર સુધીનો એક શાનદાર બેટિંગ રેકોર્ડ છે. ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં તેને કાગીસો રબાડા દ્વારા ફેંકાયેલા બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો, આમ તેને IPLમાં તેના 5,000મા રનનો આંકડો પૂર્ણ કર્યો. આ સાથે સંજુ સેમસન IPLમાં સૌથી ઓછા બોલમાં 5,000 રન પૂર્ણ કરનાર સૌથી ઝડપી ભારતીય ખેલાડી પણ બની ગયો છે.
સંજુ સેમસન પહેલા આ રેકોર્ડ સુરેશ રૈનાના નામે હતો, જેને 3,620 બોલમાં તેના 5,000 IPL રન પૂર્ણ કર્યા હતા. સંજુ સેમસનએ માત્ર 3,555 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી. IPLમાં સૌથી ઓછા સમયમાં 5,000 રન પૂર્ણ કરનાર ખેલાડી એબી ડી વિલિયર્સ છે, જેને 3,288 બોલમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.
IPLમાં સૌથી ઓછા બોલમાં 5000 રન પૂરા કરનારા ખેલાડીઓ
એબી ડી વિલિયર્સ – 3288
ડેવિડ વોર્નર - 3554
સંજુ સેમસન – 3555
સુરેશ રૈના - 3620
કેએલ રાહુલ - 3688
એમએસ ધોની - 3691
માત્ર 11 રન બનાવીને આઉટ થયો સંજુ સેમસન
IPL 2026 સીઝનમાં સંજુ સેમસનના ફોર્મમાં ઉતાર-ચઢાવ આવ્યો છે, તેને 2 સદી ફટકારી છે અને કેટલીક મેચોમાં શરૂઆતમાં પેવેલિયન પરત ફર્યો છે. ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં પણ આવું જ દૃશ્ય જોવા મળ્યું હતું, જ્યાં સંજુ સેમસન 15 બોલનો સામનો કરીને અને 2 ચોગ્ગા ફટકાર્યા બાદ 11 રન બનાવીને આઉટ થયો હતો.
સંજુ સેમસનના IPL પ્રદર્શનમાં તેને અત્યાર સુધી 185 મેચ રમી છે, જેમાં 31.69 ની એવરેજથી 5008 રન બનાવ્યા છે, જેમાં 5 સદી અને 26 અડધી સદીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો