શુભમન ગિલ IPL 2026માં ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. શુભમને આ સિઝનની 19મી મેચમાં એક મોટો સિદ્ધિ હાંસલ કરી છે. તેને IPL માં પોતાના 4000 રન પૂરા કર્યા અને આ ટુર્નામેન્ટમાં ઈનિંગના આધારે સૌથી ઝડપી 4000 રન બનાવવાના મામલે વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે.

શુભમન ગિલે લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં 40 બોલમાં 56 રન બનાવ્યા. આ ઈનિંગ દરમિયાન શુભમન ગિલે તેના IPL કરિયરના 4000 રન પણ પૂરા કર્યા.
શુભમન ગિલે આ ખાસ લિસ્ટમાં વિરાટ કોહલીને પાછળ છોડ્યો

આઈપીએલમાં સૌથી ઝડપી 4000 રન પૂરા કરનાર ભારતીય બેટ્સમેનનો રેકોર્ડ કેએલ રાહુલના નામે છે. કેએલ રાહુલે 105 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. તેમના પછી શુભમન ગિલ બીજા સ્થાને પહોંચી ગયો છે, તેને 118 ઈનિંગમાં 4000 રન પૂરા કર્યા છે. આ પછી વિરાટ કોહલી ત્રીજા નંબરે છે. શુભમન ગિલે આ બાબતમાં વિરાટને પાછળ છોડી દીધો છે. વિરાટે 128 ઈનિંગમાં 4000 આઈપીએલ રન પૂરા કર્યા હતા. જ્યારે સુરેશ રૈના અને ગૌતમ ગંભીરે 140 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી.

ઈનિંગની દ્રષ્ટિએ IPLમાં 4000 રન બનાવનારા સૌથી ઝડપી ભારતીય

કેએલ રાહુલ - 105 ઈનિંગ

શુભમન ગિલ - 118 ઈનિંગ

વિરાટ કોહલી - 128 ઈનિંગ

સુરેશ રૈના - 140 ઈનિંગ

ગૌતમ ગંભીર - 140 ઈનિંગ

શુભમન ગિલનું IPLમાં અત્યાર સુધી કેવું પ્રદર્શન રહ્યું છે?

શુભમન ગિલના IPL પ્રદર્શનની વાત કરીએ તો તેને 121 મેચની 118 ઈનિંગમાં 4031 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન શુભમન ગિલની એવરેજ 39.91 અને સ્ટ્રાઈક રેટ 139.04 રહ્યો છે. IPLમાં તેના નામે 4 સદી અને 28 અડધી સદી છે. શુભમન ગિલે 2018માં કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે તેની IPL સફર શરૂ કરી હતી. તે 4 સીઝન માટે આ ફ્રેન્ચાઈઝી માટે રમ્યો હતો. KKR માટે તેને 58 મેચમાં 31.48ની એવરેજથી 1417 રન બનાવ્યા હતા. ગિલે અત્યાર સુધીમાં GT માટે 2500થી વધુ રન બનાવ્યા છે.

GTએ LSGને 7 વિકેટથી હરાવ્યું

લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાયેલી મેચની વાત કરીએ તો GTએ આ મેચ 7 વિકેટથી જીતી હતી. પહેલા બેટિંગ કરતા લખનૌની ટીમે 20 ઓવર સુધી બેટિંગ કર્યા પછી 8 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા હતા. LSGનો એક પણ બેટ્સમેન આ મેચમાં અડધી સદી ફટકારી શક્યો ન હતો. જવાબમાં ગુજરાતની ટીમે 165 રનનો ટાર્ગેટ 18.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ મેચમાં ગુજરાત તરફથી શુભમન ગિલે 56 રન અને જોસ બટલરે 60 રન બનાવીને અડધી સદી ફટકારી હતી.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો