IPL 2026 દરમિયાન સનરાઈઝર્સ હૈદરાબાદને મોટી રાહત મળી છે. ટીમે તેના ઈજાગ્રસ્ત ફાસ્ટ બોલરને બદલે શ્રીલંકાના એક ઘાતક ફાસ્ટ બોલરને ટીમમાં સામેલ કર્યો છે, જેનાથી તેમની બોલિંગ મજબૂત થવાની અપેક્ષા છે.
બ્રાયડન કાર્સ ઈજાગ્રસ્ત થયા બાદ સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા શ્રીલંકાના ફાસ્ટ બોલર દિલશાન મદુશંકાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બ્રાયડન કાર્સ ઈજાને કારણે સમગ્ર IPL 2026 સીઝનમાંથી બહાર થઈ ગયો છે, જે ટીમ માટે મોટો ઝટકો હતો.
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી ચૂક્યો છે દિલશાન મદુશંકા
દિલશાન મદુશંકા એક લેફ્ટ ફાસ્ટ બોલર છે જેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે. તેને શ્રીલંકા માટે એક ટેસ્ટ, 28 ODI અને 19 T20I રમી છે, જેમાં કુલ 70 વિકેટ લીધી છે. તેનો સ્વિંગ અને નવા બોલથી વિકેટ લેવાની ક્ષમતા SRH માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ફ્રેન્ચાઈઝીએ દિલશાન મદુશંકા સાથે 75 લાખમાં કરાર કર્યો છે. તે અગાઉ IPLનો ભાગ રહી ચૂક્યો છે, મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી ચૂક્યો છે, જેના કારણે તેને લીગમાં અનુભવ મળ્યો છે.
https://twitter.com/SunRisers/status/2044033133121777752
આ સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદને બોલિંગમાં મુશ્કેલી પડી રહી છે, પરંતુ દિલશાન મદુશંકાના સામેલ થવાથી ટીમને પ્રોત્સાહન મળી શકે છે. તે ટીમ માટે કેટલો પ્રભાવ પાડી શકે છે અને SRHની જીતમાં તે કેટલી ભૂમિકા ભજવે છે તે જોવું રસપ્રદ રહેશે.
પેટ કમિન્સ પણ ટૂંક સમયમાં ટીમમાં જોડાય તેવી અપેક્ષા છે. પરંતુ તેને હજુ પણ ફિટનેસ ટેસ્ટ પાસ કરવાની જરૂર છે, જેના માટે તે હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે. જો બધું બરાબર રહ્યું, તો પેટ કમિન્સ 17 એપ્રિલે SRH ટીમમાં જોડાઈ શકે છે. પેટ કમિન્સના સામેલ થવાથી ટીમનો બોલિંગ ડિપાર્ટમેન્ટને મજબૂત બનાવશે.
IPL 2026 માટે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ
ઈશાન કિશન (કેપ્ટન અને વિકેટકીપર), અભિષેક શર્મા, અમિત કુમાર, સલિલ અરોરા, દિલશાન મદુશંકા, પેટ કમિન્સ, હર્ષ દુબે, ક્રેન્સ ફુલેત્રા, ટ્રેવિસ હેડ, પ્રફુલ હિંગે, હેનરિક ક્લાસેન, લિયામ લિવિંગસ્ટોન, ઈશાન મલિંગા, કામિન્દુ મેન્ડિસ, નીતિ કુમાર રેડ્ડી, હર્ષલ પટેલ, ડેવિડ પાયને, સાકિબ હુસૈન, શિવમ માવી, શિવાંગ કુમાર, રવિચંદ્રન અશ્વિન, ઓમકાર તરમાલે, જયદેવ ઉનડકટ, અનિકેત વર્મા, જીશાન અંસારી.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો