IPL 2026 ની 27મી મેચમાં હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદે ચેન્નાઈ સુપર કિંગ્સને 10 રનથી હરાવ્યું. રોમાંચક મુકાબલામાં પહેલા બેટિંગ કરતા SRHએ 194 રન બનાવ્યા અને 195 રનનો ટાર્ગેટ આપ્યો, જે CSK હાંસલ કરવામાં નિષ્ફળ ગયું. ચેન્નાઈને છેલ્લી ઓવરમાં જીતવા માટે 18 રનની જરૂર હતી. ઓવરટને પહેલા બોલ પર 2 રન લીધા. બીજા બોલ પર 1 રન લીધો. પ્રફુલ હિંગેએ ત્રીજો બોલ અંશુલ કંબોજની કમર ઉપર ફેંક્યો, અને તેને નો-બોલ જાહેર કરવામાં આવ્યો. પરંતુ ફ્રી હિટ પર અંશુલ કંબોજ ફક્ત 1 જ રન બનાવી શક્યો. ચોથા બોલ પર ઓવરટન કેચ આઉટ થયો, અને ત્યારબાદ પ્રફુલ હિંગે પાંચમા બોલ પર 1 રન આપ્યો. અંતિમ બોલ પર પણ 1 રન આવ્યો. આમ હૈદરાબાદ 10 રનથી મેચ જીતી ગયું. ઈશાન મલિંગા અને નીતિશ કુમાર રેડ્ડીએ ચેન્નાઈની બેટિંગને હેરાન કરી, ટીમને 184 રન સુધી મર્યાદિત કરી. આ સનરાઈઝર્સની સિઝનની ત્રીજી જીત હતી.

FIFA World Cup 2026 : જાપાને એકતરફી મેચમાં ટ્યુનિશિયાને 4-0 થી હરાવ્યું









