સનરાઈઝર્સ હૈદરાબાદ 47 રનથી મેચ જીતી ગયું. 243 રનનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સ ફક્ત 195 રન જ બનાવી શક્યું. દિલ્હી કેપિટલ્સ માટે નીતિશ રાણાએ 30 બોલમાં 57 રન, કેએલ રાહુલે 23 બોલમાં 37 અને સમીર રિઝવીએ 28 બોલમાં 41 રન બનાવ્યા. પરંતુ તેઓ તેમની ટીમના હારના અંતરને ઘટાડી શક્યા. સનરાઈઝર્સ હૈદરાબાદ માટે અભિષેક શર્માએ 135 રનની ઈનિંગ રમી, જ્યારે ઈશાન મલિંગા અને શાકિબ હુસૈન બોલિંગ વિભાગમાં ધૂમ મચાવી. ઈશાન મલિંગાએ 4 ઓવરમાં 32 રન આપીને 4 વિકેટ લીધી. શાકિબ હુસૈને પણ શાનદાર બોલિંગ કરી. પરંતુ તેને ફક્ત 1 જ વિકેટ મળી, પણ તેને ખૂબ જ ઈકોનોમિક બોલિંગ કરી. શાકિબે 4 ઓવરમાં 29 રન આપીને 1 વિકેટ લીધી. આ હૈદરાબાદનો ઘરઆંગણે સતત ત્રીજી જીત છે. હૈદરાબાદ તરફથી ઈશાન મલિંગાએ સૌથી વધુ 4 વિકેટ લીધી. હર્ષ દુબેએ પણ 3 વિકેટ લીધી, જ્યારે દિલશાન મદુશંકા અને શાકિબ હુસૈને 1-1 વિકેટ લીધી. અગાઉ અભિષેક શર્માએ 68 બોલમાં અણનમ 135 રનની શાનદાર ઈનિંગ રમી હતી.

FIFA World Cup 2026: જર્મનીએ છેલ્લી ઘડીએ આઇવરી કોસ્ટને હરાવી નોકઆઉટમાં પ્રવેશ મેળવ્યો!









