સનરાઈઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલરો પ્રફુલ હિંગે અને શાકિબ હુસૈનની શાનદાર બોલિંગે રાજસ્થાન રોયલ્સને શરણાગતિ સ્વીકારવાની ફરજ પાડી. બંને બોલરોએ 4-4 વિકેટ લીધી. આ પ્રફુલ અને શાકિબનું IPL ડેબ્યૂ હતું. પ્રફુલે પોતાની પહેલી ઓવરમાં 3 વિકેટ લીધી, જે IPL ઈતિહાસમાં પોતાની પહેલી ઓવરમાં 3 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો. પહેલા બેટિંગ કરતા ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 216 રન બનાવ્યા. ટીમ માટે કેપ્ટન ઈશાન કિશનએ સૌથી મોટી ઈનિંગ રમી, 44 બોલમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 91 રન બનાવ્યા. રન-ચેઝનો પીછો કરતા રાજસ્થાન 19 ઓવરમાં 156 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ટીમ માટે ડેનોવન ફરેરાએ સૌથી વધુ રન બનાવ્યા, 44 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 69 રન બનાવ્યા, પરંતુ તેની ઈનિંગ વિજય મેળવવામાં નિષ્ફળ રહી. રાજસ્થાનની શરૂઆત પીછો કરવામાં ખરાબ રહી. ટીમે માત્ર 9 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી, જેના કારણે જીત અત્યંત મુશ્કેલ બની ગઈ.

FIFA World Cup 2026 : જાપાને એકતરફી મેચમાં ટ્યુનિશિયાને 4-0 થી હરાવ્યું









