IPL 2026ની 30મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પહેલા બેટિંગ કરતી વખતે મુંબઈએ પાવરપ્લેમાં માત્ર 44 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી તિલક વર્માએ બેટથી એવી ધૂમ મચાવી કે તેને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને મંત્રમુગ્ધ કરી દીધું.


તિલક વર્માએ માત્ર 45 બોલમાં શાનદાર સદી ફટકારી અને ઈતિહાસ રચ્યો. તિલક મુંબઈ માટે સૌથી ઝડપી સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી. તેને સનથ જયસૂર્યાના રેકોર્ડની બરાબરી કરી. જયસૂર્યાએ મુંબઈ માટે રમતી વખતે IPL 2008માં પણ 45 બોલમાં સદી ફટકારી હતી. આ રીતે 19 વર્ષ પછી મુંબઈ ઈન્ડિયન્સનો કોઈ બેટ્સમેન જયસૂર્યાના મહાન રેકોર્ડની બરાબરી કરવામાં સફળ રહ્યો.

તિલક વર્માએ અશોક શર્માની ઓવરમાં મચાવી ધૂમ

તિલક વર્માએ અણનમ 101 રનની ધમાકેદાર ઈનિંગ રમી. તેને 101 રનમાંથી 74 રન છગ્ગા અને ચોગ્ગાની મદદથી કર્યા. આ વિસ્ફોટક ઈનિંગમાં તેને 8 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા. છેલ્લી 4 ઓવરમાં તિલકે ગુજરાતના બોલરોને આડે હાથ લીધા. 16 થી 20 ઓવરની વચ્ચે તેને ફક્ત 18 બોલનો સામનો કર્યો અને 65 રન બનાવ્યા.


આ દરમિયાન 18મી ઓવરમાં શક્તિશાળી બેટ્સમેને અશોક શર્માની એક જ ઓવરમાં 26 રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી, જેમાં તેને સતત પાંચ બાઉન્ડ્રી ફટકારી.

તિલક વર્માએ ઓવરની શરૂઆત છગ્ગાથી કરી અને પછી સતત ચોગ્ગા ફટકારીને બોલરને લાચાર કરી દીધો. આગામી બે બોલ પર પણ તિલકનું વિસ્ફોટક પ્રદર્શન ચાલુ રહ્યું. તેને ચોથા અને પાંચમા બોલ પર છગ્ગા ફટકારીને અશોક શર્માની બોલિંગને તોડી નાખી. ઓવરનો છેલ્લો બોલ ડોટ રહ્યો હોવા છતાં, તિલક વર્માએ ઓવરમાંથી સારી એવી સંખ્યામાં રન બનાવી લીધા હતા.

સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તૂટતો બચ્યો

તમને જણાવી દઈએ કે તિલક વર્માનો અણનમ 101 રન મુંબઈ ઈન્ડિયન્સનો બીજો બેસ્ટ સ્કોર છે. તે માત્ર થોડા રનથી મુંબઈ માટે સૌથી વધુ વ્યક્તિગત સ્કોર ચૂકી ગયો. સૂર્યકુમાર યાદવ આઈપીએલ 2023માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે, તેને 49 બોલમાં અણનમ 103 રન બનાવ્યા હતા. મુંબઈની ઈનિંગની વાત કરીએ તો તિલક વર્માની શાનદાર સદીએ મુંબઈ ઈન્ડિયન્સને 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 199 રન બનાવવા માટે મદદ કરી.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: