તિલક વર્માની શાનદાર સદીથી સોમવારે મુંબઈ ઈન્ડિયન્સે IPL 2026માં પોતાની બીજી જીત નોંધાવી, સતત 4 હારનો સિલસિલો સમાપ્ત કર્યો. પહેલા બેટિંગ કરતા મુંબઈએ 199 રન બનાવ્યા, પરંતુ એક સમયે ટીમ 44 રનમાં 3 વિકેટ ગુમાવ્યા પછી મુશ્કેલીમાં મુકાઈ ગઈ.

તિલકની શરૂઆત પણ ધીમી રહી, તેને 22 બોલમાં માત્ર 19 રન બનાવ્યા. બીજા ટાઈમઆઉટનો એક વીડિયો વાયરલ થયો, જેમાં કેપ્ટન હાર્દિક પંડ્યા તિલક સાથે વાત કરતો જોવા મળ્યો. ફેન્સ અનુમાન કરવા લાગ્યા કે હાર્દિક પંડ્યા ગુસ્સામાં છે, આક્રમક રીતે બોલી રહ્યા છે.

હાર્દિક પંડ્યાએ પોતે તિલક વર્માને શું કહ્યું તે જાહેર કર્યું. હાર્દિક પંડ્યાએ તિલકને કહ્યું કે વધુ પડતું વિચાર ન કરે કે ચિંતા ન કરે, પરંતુ ફક્ત બોલને જોરથી ફટકારે. આ તિલક વર્માની પહેલી IPL સદી છે. તે મુંબઈ ઈન્ડિયન્સ માટે સદી ફટકારનાર સંયુક્ત રીતે સૌથી ઝડપી બેટ્સમેન બન્યો.

હાર્દિકે વાતચીતનો ખુલાસો કર્યો

હાર્દિક પંડ્યાએ કહ્યું કે "મને લાગ્યું કે તિલક વર્મામાં જે પ્રકારની પ્રતિભા છે, તેને ખરેખર ચિંતા કરવાની જરૂર નથી. તેથી મેં તેને બોલ જોવા અને તેને ફટકારવાનો સંદેશ આપ્યો. હવે તેના માટે પોતાની પ્રતિભા બતાવવાનો સમય છે. તિલક અને મુંબઈ ઈન્ડિયન્સ ટીમ માટે આ મહત્વપૂર્ણ હતું."

https://twitter.com/StarSportsTamil/status/2046253690944946505

14મી ઓવર પછી તિલક વર્મા 22 બોલમાં 19 રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો. ત્યારબાદ તેને 23 બોલમાં 82 રન બનાવ્યા. તિલક વર્માએ 45 બોલમાં 101 રનની ઈનિંગમાં 7 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા. આ પહેલા તિલક ઘણા સમયથી ફોર્મમાં ન હતો.

તિલક વર્માએ શું કહ્યું?

પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મેળવ્યા પછી તિલક વર્માએ કહ્યું કે "હવે દરેક મેચ અમારા માટે મહત્વપૂર્ણ છે. છેલ્લા 5 મેચમાં મને મેદાન પર વધુ સમય મળ્યો નથી. તેથી હું આ મેચમાં મેદાન પર વધુ સમય વિતાવવા માગતો હતો. જેમ તમે જોયું, પહેલા 20 બોલ માટે, હું ફક્ત દરેક બોલ પર નજર રાખતો હતો. અને પછી મને મારી ક્ષમતા પર વિશ્વાસ હતો. હું ફક્ત પરિસ્થિતિ અને ટીમની જરૂરિયાતો અનુસાર રમવાનું ચાલુ રાખું છું, શાંત રહીને અને મારા મૂળભૂત સિદ્ધાંતોને વળગી રહીશ."

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો