ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2026માં 20 એપ્રિલના રોજ તિલક વર્માનું તોફાન જોવા મળ્યું, જેને એક નવો ઈતિહાસ રચ્યો. મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર તિલક વર્માએ માત્ર પોતાની પહેલી IPL સદી જ નહીં, પણ ડેથ ઓવરોમાં પણ પહેલા ક્યારેય ન જોઈ હોય તેવી રીતે વિસ્ફોટક બેટિંગ કરી.
તિલક વર્મા છેલ્લી 6 ઓવરમાં 82 રન બનાવીને IPL ઈતિહાસમાં એક નવો રેકોર્ડ બનાવ્યો. હકીકતમાં તિલક વર્મા IPLના ઈતિહાસમાં છેલ્લી 6 ઓવરમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો. અગાઉ આ રેકોર્ડ ક્વિન્ટન ડી કોકના નામે હતો. ડી કોકે 2022 માં LSG તરફથી રમતી વખતે KKR સામેની મેચમાં 80 રન બનાવ્યા હતા.
MIએ 200 રનનો ટાર્ગેટ આપ્યો
મુંબઈની ઈનિંગે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 199 રન બનાવ્યા હતા. કાગીસો રબાડાએ શરૂઆતની વિકેટથી મુંબઈને દબાણમાં મૂકી દીધું, પરંતુ ત્યારબાદ તિલક વર્માએ ઈનિંગને સ્થિર કરી અને મેચનું પાસું ફેરવી દીધું.
ટોપ ઓર્ડર વહેલા આઉટ થયા પછી તિલક વર્મા અને નમન ધીરે ઈનિંગની જવાબદારી સંભાળી. આ જોડીએ બુદ્ધિપૂર્વક બેટિંગ કરી અને સ્ટ્રાઈક રેટથી ધૂમ મચાવી અને ખરાબ બોલ પર બાઉન્ડ્રી ફટકારી. તેમની ભાગીદારીએ મુંબઈને 10 ઓવરમાં 3 વિકેટે 75 રન સુધી પહોંચાડ્યું. પાર્ટનરશીપ 52 રન સુધી પહોંચી, પરંતુ પ્રસિદ્ધ કૃષ્ણાએ 13મી ઓવરમાં નમન ધીરને આઉટ કરીને મજબૂત પાર્ટનરશીપ તોડી.
ચોગ્ગા સાથે સદી પૂર્ણ કરી
ત્યારબાદ તિલક વર્માએ ગિયર બદલ્યા. શરૂઆતમાં સાવધાની રાખીને તેને મિડલ અને ડેથ ઓવરમાં બોલરો પર હુમલો કર્યો. તેને ખાસ કરીને પ્રસિદ્ધ કૃષ્ણાની ઓવરમાં જોરદાર રન બનાવીને મુંબઈની તરફેણમાં ગતિ બદલી. ત્યારબાદ તેને 18મી ઓવરમાં અશોક શર્મા સામે સતત 5 બાઉન્ડ્રી ફટકારી, જેમાં 26 રન બનાવ્યા. પછી છેલ્લી ઓવર આવી, જેમાં તિલક છેલ્લા 2 બોલમાં 1 સિક્સર અને 1 ફોર ફટકારીને તેની પહેલી આઈપીએલ સદી પૂર્ણ કરી અને 101 રન બનાવીને અણનમ રહ્યો. તેની ઈનિંગમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા છે.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો