ક્રિકેટની દુનિયામાં એક નવો સ્ટાર ઝડપથી ઉભરી રહ્યો છે. માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ એક એવી સિદ્ધિ હાંસલ કરી છે જે અનુભવી ખેલાડીઓના રેકોર્ડને પણ પાછળ છોડી દે છે. IPL 2026 ની 36મી મેચમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા, આ યુવા બેટ્સમેને ઈતિહાસ રચ્યો.
જયપુરમાં સીઝનની પહેલી મેચમાં વૈભવ સૂર્યવંશીએ સનરાઈઝર્સ હૈદરાબાદના બોલરોને હેરાન કર્યા અને માત્ર 36 બોલમાં સદી ફટકારીને શાનદાર પ્રભાવ પાડ્યો. વૈભવે 12 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકારીને પોતાની બીજી IPL સદી પૂર્ણ કરી. આ પહેલા 15 વર્ષના ઓપનિંગ બેટ્સમેનએ IPL 2025માં 35 બોલમાં સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી હતી.
આ મેચમાં વૈભવ સૂર્યવંશીએ પહેલા જ બોલથી હૈદરાબાદના બોલરોનો સામનો કર્યો. તેને 15 બોલમાં અડધી સદી ફટકારીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. તેની વિસ્ફોટક ઈનિંગે તેને ઓરેન્જ કેપના લિસ્ટમાં નંબર વન પર મૂક્યો.
તે આવું કરનાર સૌથી યુવા બેટ્સમેન બન્યો
હકીકતમાં વૈભવે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 45 રન બનાવીને T20 ક્રિકેટમાં 1000 રન પૂરા કર્યા, જે આ સિદ્ધિ હાંસલ કરનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો. તેને માત્ર 15 વર્ષ અને 29 દિવસની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરી, જે એક ઐતિહાસિક રેકોર્ડ છે. વૈભવ સૂર્યવંશીએ તેના T20 કરિયરની 26મી ઈનિંગમાં 1000 રન પૂરા કર્યા. આનાથી તે T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર ત્રીજો ભારતીય બેટ્સમેન બન્યો. તેને સચિન તેંડુલકરને પણ પાછળ છોડી દીધો, જેને 31 ઈનિંગમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.
T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર ભારતીય બેટ્સમેન
દેવદત્ત પડિકલ – 25 ઈનિંગ
રોહન કદમ – 27 ઈનિંગ
વૈભવ સૂર્યવંશી - 26 ઈનિંગ
સચિન તેંડુલકર - 31 ઈનિંગ
અંકિત લાંબા – 32 ઈનિંગ
વૈભવે ફરી એકવાર IPLમાં ત્રીજી વખત 15 બોલમાં ફિફ્ટી ફટકારીને ધૂમ મચાવી દીધી. આ વિસ્ફોટક ઈનિંગના કારણે તેને IPL 2026માં 7 મેચમાં 200 થી વધુના સ્ટ્રાઈક રેટથી 357 રન બનાવ્યા છે. ગયા સિઝનમાં સૂર્યવંશી IPL 2025માં ગુજરાત ટાઈટન્સ સામે સદી ફટકાર્યા બાદ T20 ફોર્મેટમાં સૌથી નાની ઉંમરનો સેન્ચુરીયન બન્યો હતો. આ સદી IPLના ઈતિહાસમાં બીજી સૌથી ઝડપી સદી હતી. તેની પહેલી જ સિઝનમાં તેને 8 મેચમાં 292 રન બનાવ્યા, જેમાં તેની એવરેજ 41.71 અને સ્ટ્રાઈક રેટ 229.92 હતો.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો