ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનની 36મી લીગ મેચ રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રાજસ્થાનના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
આ પછી રાજસ્થાન તરફથી ઓપનિંગ કરવા આવેલા વૈભવ સૂર્યવંશીએ આવતાની સાથે જ પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા અને તે પોતાની ઈનિંગના પહેલા 6 બોલમાં સતત 5 સિક્સ ફટકારવામાં સફળ રહ્યો.
હૈદરાબાદના ખેલાડીઓ વૈભવના શોટથી ખૂબ જ આશ્ચર્યચકિત થયા
આમાં તેને પેટ કમિન્સના બોલ પર શાનદાર સિક્સ પણ ફટકારી. આ મેચમાં યશસ્વી જયસ્વાલ સાથે વૈભવ સૂર્યવંશીએ ઈનિંગની શરૂઆત કરી. સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી પહેલી ઓવર ફેંકી રહેલા પ્રફુલ હિંગે ફેંકેલા પહેલા બોલ પર યશસ્વી જયસ્વાલે એક સિંગલ લીધો. ત્યારબાદ સૂર્યવંશીએ બીજા બોલનો સામનો કર્યો પણ રન બનાવવામાં નિષ્ફળ રહ્યો.
ત્યાંથી વૈભવ સૂર્યવંશીએ આગામી 4 બોલ સીધા સ્ટેન્ડમાં ફટકાર્યા, 2 લાંબા અંતરની સિક્સ ફટકારી. સનરાઈઝર્સ હૈદરાબાદના ખેલાડીઓ વૈભવના શોટથી ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા. યશસ્વી જયસ્વાલે ઈનિંગની બીજી ઓવર ફેંકવા આવેલા સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સના પહેલા 5 બોલનો સામનો કર્યો અને છઠ્ઠા બોલ પર ડીપ મિડવિકેટ તરફ સિક્સ ફટકારી.
વૈભવ સૂર્યવંશીએ જસપ્રીત બુમરાહ, જોશ હેઝલવુડ અને હવે પેટ કમિન્સનો કર્યો સામનો
IPL 2026 સીઝનમાં મોટાભાગની નજર વૈભવ સૂર્યવંશી પર છે, જેમાં તેને અત્યાર સુધી તેની આક્રમક રમતથી બધાને પ્રભાવિત કર્યા છે. વૈભવ સૂર્યવંશીએ જસપ્રીત બુમરાહ, જોશ હેઝલવુડ અને હવે પેટ કમિન્સનો સામનો કર્યો, જે વિશ્વ ક્રિકેટના વર્તમાન સૌથી આક્રમક બોલરોમાંના એક છે અને હવે તેને IPLમાં તેના પહેલા જ બોલ પર સિક્સર ફટકારી છે.
વૈભવ સૂર્યવંશી છેલ્લી કેટલીક ઈનિંગ્સમાં પોતાનો જાદુ બતાવી શક્યો ન હતો, પરંતુ હવે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં તેની બેટિંગ કુશળતા ફરીથી જોવા મળી.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો