IPL 2026માં વૈભવ સૂર્યવંશી મેદાન પર પોતાની બેટિંગથી ધૂમ મચાવી રહ્યો છે, ત્યારે મેદાનની બહાર તેની ફની સ્ટાઈલ પણ ચર્ચામાં છે. રાજસ્થાન રોયલ્સ ના આ યુવા બેટ્સમેન એ તાજેતરમાં એરપોર્ટ પર ફેન્સ પર એક મજાક કરી જેનાથી બધાના ફેસ પર સ્માઈલ આવી ગઈ.
એરપોર્ટ પર બાળકો સાથે મજાક કરી
રાજસ્થાન રોયલ્સનો 15 વર્ષનો સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશી આ સિઝનમાં સતત શાનદાર ઈનિંગ રમવા બદલ ચર્ચામાં રહ્યો છે. આ દરમિયાન તેનો બાળકો સાખે મજાક કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
હકીકતમાં પંજાબ કિંગ્સ સામેની મેચ પહેલા એરપોર્ટ પર સૂર્યવંશીનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં કેટલાક બાળકો ફોટો લેવા માટે તેમની પાસે આવ્યા હતા. તેને મજાકમાં કોમેન્ટ કરી હતી, "ભાઈ, હું ફોટા પાડવા માટે ચાર્જ લઉં છું. હું સાચું કહું છું, ભાઈ." આ સાંભળીને, બાળકો આશ્ચર્યચકિત થઈ ગયા અને જવા લાગ્યા.
વૈભવ સૂર્યવંશીએ પછી તેમને પાછા બોલાવ્યા અને કહ્યું, "હું 100 રૂપિયા ચાર્જ કરું છું, જો તમે સંપૂર્ણ રકમ ચૂકવવા માગતા હો તો મને કહો." એક બાળકે તરત જ 200 રૂપિયા ઓફર કર્યા, જેના પછી વૈભવ સૂર્યવંશીએ ખુલાસો કર્યો કે તે માત્ર એક મજાક હતી. વૈભવની વાત સાંભળીને બાળકો બંને રાહત અનુભવી રહ્યા હતા અને હસતા હતા. રાજસ્થાન રોયલ્સ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલ આ ફની ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
રાજસ્થાનની નજર છઠ્ઠી જીત પર
રાજસ્થાન રોયલ્સે સિઝનની શરૂઆત શાનદાર રીતે કરી હતી, પહેલી 4 મેચ જીતી હતી, પરંતુ હવે સિઝનના મધ્યમાં ટીમ થોડી ડગમગી રહી હોય તેવું લાગે છે. વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક ઈનિંગ આશાઓ જગાડે છે, પરંતુ ટીમને જીતના માર્ગે પાછા ફરવા માટે સામૂહિક પ્રદર્શનની જરૂર છે. ગયા સિઝનમાં શાનદાર ડેબ્યૂ બાદ વૈભવે આ વખતે પણ પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. તાજેતરમાં તેને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 57 બોલમાં તોફાની સદી ફટકારી, ટીમને 228/6 ના મોટા સ્કોર પર લઈ ગયો. પરંતુ તેની શાનદાર ઈનિંગ છતાં, ટીમને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો.
રાજસ્થાન રોયલ્સ સામે મોટો પડકાર
રાજસ્થાન રોયલ્સ હવે પંજાબ કિંગ્સનો સામનો કરશે, જ્યાં કેપ્ટન રિયાન પરાગને આગળ આવીને ટીમનું નેતૃત્વ કરવાની જરૂર પડશે કારણ કે તે પોતે રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. આ દરમિયાન શ્રેયસ ઐયર અને રિકી પોન્ટિંગના નેતૃત્વ હેઠળ પંજાબ કિંગ્સે ગયા સિઝનથી શાનદાર વાપસી કરી છે અને ટુર્નામેન્ટની સૌથી સંતુલિત ટીમોમાંની એક તરીકે ઉભરી આવી છે.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો