IPL 2026માં 15 વર્ષના સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશી સતત બેટથી ધૂમ મચાવી રહ્યો છે. પરંતુ પંજાબ કિંગ્સ સામેની મેચમાં શાનદાર બેટિંગ કરવા છતાં વૈભવ અડધી સદી ફટકારી શક્યો નહીં. તે પોતાની અડધી સદીથી માત્ર 7 રન દૂર રહ્યો. છતાં વૈભવ IPLમાં એક નવો ઈતિહાસ રચવામાં સફળ રહ્યો.


નવા ચંદીગઢના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં વૈભવ સૂર્યવંશીએ પંજાબના બોલરોને આડે હાથ લીધા. તેને પાવરપ્લેમાં ઘણી બાઉન્ડ્રી ફટકારી. આ રીતે તેને એક મોટી સિદ્ધિ હાંસલ કરી.

વૈભવ સૂર્યવંશીએ માત્ર 16 બોલમાં 43 રન

રાજસ્થાન રોયલ્સ તરફથી ઈનિંગની શરૂઆત કરતા વૈભવ સૂર્યવંશીએ માત્ર 16 બોલમાં 43 રન ફટકાર્યા. આ વિસ્ફોટક ઈનિંગમાં તેને 5 વિકેટ લીધી અને 3 ચોગ્ગા ફટકાર્યા. યુવા લેફ્ટ હેન્ડના બેટ્સમેને અર્શદીપ સિંહ, લોકી ફર્ગ્યુસન અને માર્કો યાનસેન જેવા બોલરો પર જોરદાર એટેક કર્યો.

આ 43 રનની ઈનિંગ દરમિયાન વૈભવ સૂર્યવંશીએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો. તેને આ સિઝનમાં 400 રન પૂરા કર્યા. વૈભવ IPL સિઝનમાં સૌથી ઓછા બોલમાં 400 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેને આન્દ્રે રસેલનો 7 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો.

IPL સિઝનમાં સૌથી ઓછા બોલમાં 400 રન બનાવનારા ખેલાડીઓ

167 - વૈભવ સૂર્યવંશી (2026)

188 - આન્દ્રે રસેલ (2019)

195 - અભિષેક શર્મા (2024)

197 - નિકોલસ પૂરન (2025)

200 - ગ્લેન મેક્સવેલ (2014)

રાજસ્થાન રોયલ્સની ટીમે તોફાની શરૂઆત કરી

223 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા વૈભવ સૂર્યવંશીએ રાજસ્થાનને તોફાની શરૂઆત અપાવી. તેને પોતાની પહેલી ઓવરમાં 15 રન બનાવ્યા, પછી લોકી ફર્ગ્યુસનની ઓવરમાં 17 રન બનાવ્યા. રાજસ્થાને ફક્ત 3.1 ઓવરમાં 50 રન પૂરા કર્યા. પરંતુ મિડ-ઓફ પર શ્રેયસ ઐયરને લો ફુલ ટોસ કેચ આપતા તે 43 રન બનાવીને આઉટ થયો.

આ પહેલા પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 222/4 નો વિશાળ સ્કોર બનાવ્યો હતો. માર્કસ સ્ટોઈનિસે આમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેને માત્ર 22 બોલમાં અણનમ 62 રન બનાવ્યા હતા, જેમાં 6 છગ્ગા અને 4 ચોગ્ગાનો સમાવેશ થતો હતો. પરંતુ પ્રભસિમરન સિંહ (59), પ્રિયાંશ આર્ય (29) અને કૂપર કોનોલી (30) એ પંજાબને સારી શરૂઆત અપાવી હતી પરંતુ તેમાંથી કોઈ પણ બેટ્સમેન મોટા સ્કોરમાં રૂપાંતરિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા. સ્ટોઈનિસે આખરે ટીમને 222 રન સુધી પહોંચાડી દીધી હતી. જવાબમાં રાજસ્થાને 19.2 ઓવરમાં 223 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો


  • Follow us on: