ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે રમાયેલી IPL 2026ની મેચમાં યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ ફરી એકવાર ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. 202 રનના ટાર્ગેટનો પીછો કરતા આ 15 વર્ષના બેટ્સમેને RCBના બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી હતી. ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડ જેવા દિગ્ગજ બોલરો સામે તેણે માત્ર 15 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી લીધી હતી. રાજસ્થાન રોયલ્સ તરફથી આ બીજી સૌથી ઝડપી અડધી સદી છે.
આ સીઝનની બીજી તોફાની અડધી સદી
વૈભવ સૂર્યવંશી માટે આ સીઝનની આ બીજી અડધી સદી છે. આ પહેલા તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પણ માત્ર 15 બોલમાં જ 50 રન બનાવ્યા હતા. આ સાથે વૈભવ સૂર્યવંશી ભારતનો એવો પહેલો બેટ્સમેન બની ગયો છે જેણે IPLમાં બે વાર 15 કે તેથી ઓછા બોલમાં અડધી સદી ફટકારી હોય. તેના IPL કરિયરની આ કુલ ત્રીજી અડધી સદી છે.

