વિરાટ કોહલી ચાલુ IPL સીઝનમાં અત્યાર સુધી શાનદાર ફોર્મમાં છે. વિરાટે 12 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં પણ સારી બેટિંગ કરી હતી. આ મેચમાં બેટિંગ કરતી વખતે વિરાટે મુંબઈ ઈન્ડિયન્સ સામે 1000 રન પણ પૂરા કર્યા હતા.
વિરાટ કોહલી મુંબઈ સામે 1000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો છે. તમને જણાવી દઈએ કે તેને IPL અને ચેમ્પિયન્સ લીગમાં મુંબઈ સામે આ રન બનાવ્યા છે. વિરાટે આ મેચમાં શાનદાર બેટિંગ કરી અને ફિલ સોલ્ટ સાથે મળીને ટીમને શાનદાર શરૂઆત અપાવી.
મુંબઈ ઈન્ડિયન્સ સામે વિરાટ કોહલીએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી
જો આપણે T20 ફોર્મેટમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની વાત કરીએ તો વિરાટ કોહલી ટોપ પર પહોંચી ગયો છે. કેએલ રાહુલનું નામ બીજા નંબરે છે. કેએલ રાહુલે મુંબઈ સામે 21 મેચમાં 977 રન બનાવ્યા છે. શિખર ધવન આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે, તેને મુંબઈ ઈન્ડિયન્સ સામે 28 T20 મેચમાં 901 રન બનાવ્યા હતા. અજિંક્ય રહાણેએ મુંબઈ ઈન્ડિયન્સ સામે 888 રન બનાવ્યા છે અને તે ચોથા નંબરે છે. સુરેશ રૈનાએ 850 રન બનાવ્યા હતા અને તે પાંચમા નંબરે છે.
મુંબઈ ઈન્ડિયન્સ સામે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
વિરાટ કોહલી: 1019* રન
કેએલ રાહુલ: 977 રન
શિખર ધવન: 901 રન
અજિંક્ય રહાણે: 888 રન
સુરેશ રૈના: 850 રન
ફિલ સોલ્ટ અને વિરાટ કોહલી વચ્ચે 120 રનની પાર્ટનરશીપ
મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં વિરાટ કોહલી અને ફિલ સોલ્ટની જોડીએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને શાનદાર શરૂઆત અપાવી. આ જોડીએ 65 બોલમાં પ્રથમ વિકેટ માટે 120 રનની પાર્ટનરશીપ કરી. RCBને પહેલો ઝટકો ફિલ સોલ્ટના રૂપમાં પડ્યો, જે 36 બોલમાં 78 રન બનાવીને આઉટ થયો. આ ઈનિંગમાં તેને 6 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા.
ફિલ સોલ્ટ અને વિરાટ કોહલી વચ્ચેની 120 રનની પાર્ટનરશીપ IPLમાં MI સામે RCB માટે બીજી સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી છે. આ પહેલા ફાફ ડુ પ્લેસિસ અને કોહલીએ 2023 માં બેંગલુરુમાં પ્રથમ વિકેટ માટે 148 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો