ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં વિરાટ કોહલીએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. કાગીસો રબાડા દ્વારા ફેંકાયેલી એક જ ઓવરમાં તેને સતત 5 ચોગ્ગા ફટકાર્યા, જેનાથી કુલ 21 રન બન્યા. આ પહેલા IPL મેચમાં ઘણા બેટ્સમેનોએ એક જ ઓવરમાં 5 કે તેથી વધુ ચોગ્ગા ફટકાર્યા છે. પરંતુ RCB માટે ફક્ત બે બેટ્સમેન આવું કરી શક્યા છે.


વિરાટ કોહલીની ઐતિહાસિક સિદ્ધિ

વિરાટ કોહલી IPLના ઈતિહાસમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો માત્ર ત્રીજો બેટ્સમેન બન્યો જેને એક જ ઓવરમાં 5 કે તેથી વધુ ચોગ્ગા ફટકાર્યા. તેની પહેલા ફક્ત ક્રિસ ગેઈલ અને શેન વોટસન જ આ સિદ્ધિ મેળવી શક્યા હતા. વિરાટે ગુજરાત ટાઈટન્સ સામેની ઈનિંગની બીજી ઓવરમાં આ સિદ્ધિ મેળવી હતી. તેને કાગીસો રબાડા દ્વારા ફેંકાયેલા પહેલા 5 બોલમાં સતત 5 ચોગ્ગા ફટકાર્યા હતા.

સતત 5 કે તેથી વધુ ચોગ્ગા ફટકારનારા RCB બેટ્સમેન

5 ચોગ્ગા - ક્રિસ ગેઈલ

5 ચોગ્ગા - શેન વોટસન

5 ચોગ્ગા - વિરાટ કોહલી

કાગીસો રબાડાએ મારી બાજી

વિરાટ કોહલીએ કાગીસો રબાડાની એક જ ઓવરમાં સતત 5 ચોગ્ગા ફટકાર્યા હશે, પરંતુ આ મહારથીઓની લડાઈમાં રબાડા વિજયી બન્યો. બીજી જ ઓવરમાં રબાડાએ વિરાટ કોહલીને રાશિદ ખાનના હાથે કેચ કરાવ્યો. વિરાટ 13 બોલમાં 28 રન બનાવીને આઉટ થયો.

કિંગ કોહલી પાસે ઓરેન્જ કેપ જીતવાની બીજી તક હતી. પરંતુ તેને આમ કરવા માટે એક મજબૂત અડધી સદીની જરૂર હતી. વિરાટ ઓરેન્જ કેપની રેસમાં હજુ પણ છે, તેને 9 મેચમાં 379 રન બનાવ્યા છે. વિરાટ હાલમાં IPL 2026 માં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની લિસ્ટમાં ચોથા નંબરે છે, જ્યારે અભિષેક શર્મા 425 રન સાથે ઓરેન્જ કેપ ધરાવે છે.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: