IPL 2026ની 34મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી.બેંગ્લુરૂએ આ મેચ તેમના હોમ ગ્રાઉન્ડ પર 5 વિકેટથી જીતી હતી. વિરાટ કોહલીએ ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેમાં 44 બોલમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 81 રન બનાવ્યા હતા. હવે, મેચ પછી, કોહલીની પત્ની,અભિનેત્રી અનુષ્કા શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે,જેમાં તે છગ્ગા ફટકાર્યા પછી ડાન્સ કરતી જોવા મળી રહી છે.

વિરાટ કોહલીની સિક્સ બાદ અનુષ્કા શર્મા  કેમેરા થઈ કેદ 

ગુજરાતના દિગ્ગજ સ્પિનર ​​રાશિદ ખાનના બોલ પર વિરાટ કોહલીએ છગ્ગા ફટકારતાની સાથે જ, કેમેરા અનુષ્કા શર્મા તરફ વળ્યો. તેનો અનોખો ઉજવણીનો માહોલ જોવા મળ્યો.અનુષ્કા સ્ટેડિયમમાં બેસીને ભાંગડા જેવો ડાન્સ કરતી જોવા મળી હતી. ચાહકો તેની શૈલીને પસંદ કરી રહ્યા છે.અનુષ્કા ઘણીવાર મેદાન પર અલગ અલગ રીતે વિરાટ માટે ઉત્સાહિત જોવા મળે છે.

ફ્રેન્ચાઇઝ માટે સૌથી વધુ છગ્ગા

કોહલી એક જ IPL ફ્રેન્ચાઇઝ માટે સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન છે. તેણે 300 છગ્ગા પૂરા કર્યા છે.આ યાદીમાં રોહિત શર્મા બીજા ક્રમે છે, તેણે મુંબઈ ઇન્ડિયન્સ માટે 259 છગ્ગા ફટકાર્યા છે. ક્રિસ ગેલ ત્રીજા ક્રમે છે. ગેલે RCB માટે 239 છગ્ગા ફટકાર્યા છે. એબી ડી વિલિયર્સ ચોથા ક્રમે છે, તેણે બેંગલુરુ માટે 238 છગ્ગા ફટકાર્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સના એમએસ ધોની 234 છગ્ગા સાથે પાંચમા ક્રમે છે.

બેંગલુરુની પાંચમી જીત

બેંગલુરુએ ગુજરાત સામેની મેચ જીતીને સિઝનની પોતાની પાંચમી જીત મેળવી. ટીમે સાત મેચ રમી છે, જેમાં પાંચ જીત સાથે પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે છે. RCBના 10 પોઈન્ટ અને નેટ રન રેટ +1.101 છે. ટીમનો આગામી મુકાબલો સોમવાર, 27 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામે રમાશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.

આ પણ વાંચો - IPL 2026 : ક્યારે થશે રોહિત શર્માનું કમબેક? SRH vs MI મેચ પહેલા ફિટનેસ અંગે મોટું અપડેટ