IPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 13 એપ્રિલના રોજ મુંબઈ ઈન્ડિયન્સને કારમી હાર આપી હતી. વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં વિરાટ કોહલીએ શાનદાર અડધી સદી ફટકારી હતી. પરંતુ તેને બીજી ઈનિંગમાં ફિલ્ડિંગ કરી ન હતી.

પગની ઘૂંટીની સમસ્યાને કારણે તે ડગઆઉટમાં બેઠો રહ્યો, જેના કારણે બધા ફેન્સની ચિંતા વધી ગઈ. દરેક વ્યક્તિ વિચારી રહ્યો છે કે વિરાટ કોહલી ઠીક છે કે નહીં. હવે રજત પાટીદારે વિરાટ કોહલીની ઈજાને લઈને એક મહત્વપૂર્ણ અપડેટ આપ્યું છે.

વિરાટ કોહલીની ફિટનેસને લઈને મોટું અપડેટ

મેચ પછીની પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન RCBના કેપ્ટન રજત પાટીદારે જણાવ્યું હતું કે વિરાટ કોહલીની ઈજા કેટલી ગંભીર છે તે હજુ સુધી જાણી શકાયું નથી. RCB મેનેજમેન્ટ વધારે જોખમ લેવા માગતું ન હતું, તેથી જ તેને બહાર રાખવામાં આવ્યો હતો.

રજત પાટીદારે પણ પુષ્ટિ આપી હતી કે વિરાટ કોહલી ઠીક છે. તેને કહ્યું કે "મને હજુ સુધી ખાતરી નથી, પરંતુ મને લાગે છે કે તે ઠીક છે." રજતના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે વિરાટ કોહલીની ઈજા ગંભીર નથી અને તે આગામી મેચ સુધીમાં સંપૂર્ણપણે ફિટ થઈ જશે.

RCBની જીત પર રજતે શું કહ્યું?

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પહેલા બેટિંગ કરતા 240 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સ 20 ઓવરમાં ફક્ત 222 રન જ બનાવી શક્યું હતું. RCBએ મેચ 18 રનથી જીતી લીધી હતી. રજત પાટીદારે વિરાટ કોહલીની ઈજા અને RCBની જીતની ચર્ચા કરી. તેને આ જીતનો શ્રેય વિરાટ કોહલી અને ફિલ સોલ્ટની મજબૂત શરૂઆતને આપ્યો.

તેને કહ્યું કે "બેટિંગ સ્ટાઈલમાં સ્પષ્ટતા છે. વિરાટ ભાઈ અને ફિલ સોલ્ટે જે રીતે અમને શરુઆત અપાવી, તેનાથી અમારું પલડું ભારે થયું છે. તે પછી ટીમ અને મેં ઈનિંગ પર નિયંત્રણ મેળવ્યું. મને લાગે છે કે આખી ટીમે સંયુક્ત પ્રયાસ કર્યો. વાનખેડે સ્ટેડિયમનું વાતાવરણ શાનદાર છે, અને અહીં હોવું ખૂબ જ સરસ છે. ભરચક સ્ટેડિયમ સામે રમવું એ એક અલગ જ અનુભૂતિ છે."

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો